Jharkhand Assembly Election 2024: ઝારખંડ ચૂંટણી પહેલા ભાજપે જાહેર કર્યું પંચપ્રણ કાર્ડ, આપ્યા 5 મોટા વચનો
Jharkhand Assembly Election 2024: ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થોડા દિવસો બાદ જાહેર થશે. આ વચ્ચે ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટી પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. આ માટે ભાજપે પરિવર્તન યાત્રાનું પણ આયોજન કર્યું હતું.
ઝારખંડમાં જીતવા માટે વડાપ્રધાન મોદીથી લઈને યોગી આદિત્યનાથ સુધીના તમામ દિગ્ગજ નેતાઓ રેલીઓ અને સભાએ યોજી રહ્યા છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ઢંઢેરો જાહેર કર્યો છે.
ઝારખંડ વિધાનસભા ચૂંટણી પહેલા, ભારતીય જનતા પાર્ટીએ મેનિફેસ્ટોના ભાગરૂપે ઝારખંડના યુવાનો અને મહિલાઓ માટે પાંચ વચનો જાહેર કર્યા છે. ભાજપના આ પાંચ સંકલ્પમાં મહિલાઓને 2100 થી 500 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવાનું વચન આપવામાં આવ્યું છે.
ભાજપે કહ્યું છે કે, ગઠબંધન સરકાર બન્યા બાદ ગોગો દીદી સ્કીમ શરૂ કરવામાં આવશે. જે અંતર્ગત દર મહિનાની 11 તારીખે દરેક મહિલાના બેંક ખાતામાં 2,100 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. હેમંત સોરેન સરકારની મૈયા સન્માન યોજના સાથે સ્પર્ધા કરવા માટે ગોગો દીદી યોજના લાવવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટીના પાંચ વચનો
ભાજપ સત્તામાં આવતાની સાથે જ ગોગો દીદી યોજના શરૂ કરવામાં આવશે. ગોગો દીદી યોજના હેઠળ, દર મહિનાની 11 તારીખે ઝારખંડમાં દરેક મહિલાના બેંક ખાતામાં 2,100 રૂપિયા સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે.
સત્તામાં આવતાની સાથે જ ભાજપ ઝારખંડમાં લક્ષ્મી જોહર શરૂ કરશે, જે અંતર્ગત તમામ ઘરોને 500 રૂપિયામાં LPG ગેસ સિલિન્ડર આપવામાં આવશે. આ સાથે એક વર્ષમાં બે ફ્રી સિલિન્ડર આપવામાં આવશે.
ભાજપ રાજ્યમાં ખાતરીપૂર્વકની રોજગાર શરૂ કરવાનું વચન પણ આપશે. જે અંતર્ગત ભાજપ 5 વર્ષમાં ઝારખંડમાં યુવાનો માટે 5 લાખ સ્વરોજગારીની તકો ઉભી કરવામાં આવશે. આ ઉપરાંત 2.87 લાખ ખાલી સરકારી જગ્યાઓ માટે નિષ્પક્ષ અને પારદર્શક ભરતી કરવામાં આવશે.
ભાજપે જણાવ્યું છે કે, આ સુનિશ્ચિત કરવા માટે અમે સત્તામાં આવતાની સાથે જ કેબિનેટની પ્રથમ બેઠકમાં જ ભરતી પ્રક્રિયા શરૂ કરીશું. ભાજપ વાર્ષિક કેલેન્ડર પણ રજૂ કરશે, જેમાં હાલની તમામ પરીક્ષાઓને એક જ પરીક્ષામાં જોડવામાં આવશે.
ભાજપ એવા યુવાનોના પડકારો માટે પણ કામ કરશે, જેઓ તેમની કારકિર્દી શરૂ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ભાજપ દરેક સ્નાતક અને 77 બાદના યુવાનોને બે વર્ષ માટે દર મહિને 2,000 રૂપિયાનું યુવા સાથી ભથ્થું આપશે.
ભાજપ સત્તામાં આવતાં જ ઘર સાકાર શરૂ કરશે. આ અંતર્ગત ભાજપ ઘરોના નિર્માણ માટે મફત રેતી આપશે. આ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનાને સંપૂર્ણ રીતે લાગુ કરીને 21 લાખ ઘરોનું નિર્માણ કરવામાં આવશે. ભાજપ દ્વારા આ માટે 1 લાખ રૂપિયાની વધારાની સહાય આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીએ જણાવ્યું છે કે, 2027 સુધીમાં 59 લાખ ઘરોને જલ જીવન મિશન દ્વારા નળના પાણીના જોડાણ આપવામાં આવશે.
पंचप्रण : झारखंड की जनता को भाजपा के पांच बड़े वचन
— BJP JHARKHAND (@BJP4Jharkhand) October 5, 2024
1. भाजपा "गोगो दीदी योजना" शुरू करेगी, जिसके तहत झारखंड की हर महिला के बैंक खाते में हर महीने की 11 तारीख को 2,100 रुपये तक की वित्तीय सहायता हस्तांतरित की जाएगी।
2. भाजपा राज्य में "लक्ष्मी जोहार" शुरू करेगी , जिसके तहत के सभी… pic.twitter.com/98n8oQO2fw












Click it and Unblock the Notifications
