ભાજપ 4 અને 5 મેના રોજ કરશે ભાંડાફોડ આંદોલન

ભાંડાફોડ આંદોલન મારફતે ભાજપ હવે કોંગ્રેસના ભ્રષ્ટાચાર અને કૌભાંડોની પોલ ખોલવાની છે. મહત્વની બાબત એ છે કે ભાજપના ભાંડાફોડ કાર્યક્રમથી ભાજપના અગ્રણી નેતાઓએ પોતાને દૂર રાખ્યા છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા હવે રાજસ્થાનભરમાં સુરાજ સંકલ્પ યાત્રા પર નિકળવાની હોવાથી ભાંડાફોડનું આયોજન રાજસ્થાનમાં કરવામાં નહીં આવે.
સમગ્ર આંદોલનને સફળ બનાવવા માટે રાજસમંદના ધારસભ્ય અને રાષ્ટ્રીય અધ્યક્ષ કિરણ માહેશ્વરીને ઝારખંડની જવાબદારી સોંપવામાં આવી છે. આ અંગે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે કેન્દ્રની યુપીએ સરકાર આઝાદ ભારતની સૌથી વધારે ભ્રષ્ટ સરકાર હોવાની સાથે સૌથી વધારે દેવું લેનારી સરકાર પણ બની ગઇ છે.
તેમણે જણાવ્યું કે અર્થશાસ્ત્રી વડાપ્રધાન મનમોહન સિંહ હવે કર્જશાસ્ત્રી વડાપ્રધાન બની ગયા છે. વર્તમાન સમયમાં ભારતની ઉપર 20,60,000 કરોડ રૂપિયાનું દેવું છે. મનમોહન સિંહ ગુનાહોના ગાર્ડિયન અને કોંગ્રેસ કરપ્શનનો કાળગ બની ગઇ છે.
નકવીએ આગળ જણાવ્યું કે કેન્દ્ર સરકાર પહેલા ભ્રષ્ટાચાર કરે છે અને પછી તેને ઢાંકી દેવા માટે જે સંવૈધાનિક સંસ્થાઓ છે તેમનો સાથ નથી આપતા અને તેમની ઉપર હુમલા કરવા લાગે છે. જેના પગલે દેશ ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યો છે. ભાજપે કોંગ્રેસની કાર્યપ્રણાલીને દેશની જનતાની સામે ઉજાગર કરવા માટે દેશભરમાં ભાંડાફોડ આંદોલન કરવાનો નિર્ણય લીધો છે. આ દ્વારા તે સામાન્ય લોકો વચ્ચે જશે.












Click it and Unblock the Notifications
