For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપે 17 રાજ્યો માટે નિયુક્ત કર્યા લોકસભા ચૂંટણી પ્રભારી

ભાજપે 17 રાજ્યો માટે નિયુક્ત કર્યા લોકસભા ચૂંટણી પ્રભારી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ 17 રાજ્ય અને ચંદીગઢની લોકસભા ચૂંટણી પ્રભારી અને સહ પ્રભારીના નામની ઘોષણા કરી દીધી છે. ભાજપ તરફથી જાહેર કરવામાં આવેલ પ્રભારી અને સહ પ્રભારીની યાદીમાં કેટલાંક રાજ્યોનાં નામ હજુ સામેલ નથી. જણાવી દઈએ કે તાજેતરમાં જ થયેલ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામમાં પાર્ટીને તગડો ઝાટકો લાગ્યો છે. માટે પાર્ટીને સમય રહેતાં જ 17 રાજ્યોના લોકસભા ચૂંટણી પ્રભારી અને સહ પ્રભારીના નામની ઘોષણા કરી દીધી છે.

બિહાર સંભાળશે ભૂપેન્દ્ર યાદવ

બિહાર સંભાળશે ભૂપેન્દ્ર યાદવ

આ યાદીમાં પહેલું નામ આંધ્ર પ્રદેશનું છે જ્યાં વી મુરલીધરનના પ્રભારી અને સુનીલ દેવધરને સહ પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે મહેન્દ્ર સિંહને આસામના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ભૂપેન્દ્ર યાદવ બિહાર સંભાળશે અને ડૉ. અનિલ જૈન છત્તીસગઢ સંભાળશે. જ્યારે ઓમ પ્રકાશ માથુરને ગુજરાત, તીરથ સિંહ રાવતને હિમાચલ પ્રદેશ, મંડલ પાંડેયને ઝારખંડ, સ્વતંત્ર દેવ સિંહને મધ્ય પ્રદેશના પ્રભારી અને સતીશ ઉપાધ્યાયને સહ પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે.

પંજાબના પ્રભારી બન્યા કેપ્ટન અભિમન્યૂ

નલિન કોહલીને મણિપુર અને નાગાલેન્ડ, અરુણ સિંહને ઓરિસ્સા, કેપ્ટન અભિમન્યૂને પંજાબના પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યારે પ્રકાશ જાવડેકરને રાજસ્થાનના પ્રભારી અને સુધાંશુ ત્રિવેદીને સહ પ્રભારી બનાવવામાં આવ્યા છે. સિક્કીમની જવાબદારી નિતિન નવીનને આપવામાં આવી છે. અરવિંદ લિમ્બાવલી તેલંગાણાના, થાવરચંદ ગેહલોત ઉત્તરાખંડ સંભાળશે. જ્યારે ઉત્તર પ્રદેશની કમાન ગોવર્ધન ઝડાપિયાના કંધા પર રહેશે અને દુષ્યંત ગૌતમ તથા નરોત્તમ મિશ્રાને સહ પ્રભારી બનાવવામાં આવ્યા છે. કેપ્ટન અભિમન્યુને ચંદીગઢના પ્રભારી પણ બનાવવામાં આવ્યા છે.

બિહારમાં સીટને લઈ થઈ વહેંચણી

બિહારમાં સીટને લઈ થઈ વહેંચણી

જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી પહેલા એનડીએના ઘટક દળોમાં સીટની વહેંચણી પણ શરૂ થઈ ગઈ છે. ગુરુવાર અને શુક્રવારે ભાજપના નેતાઓની સાથે મેરેથોન બેઠક બાદ એનડીએમાં સીટની વહેંચણી થઈ ગઈ છે. જેમાં એ નક્કી થઈ ગયું છે કે બિહારમાં જેડીયૂ અને ભાજપ 17-17 સીટ પર ચૂંટણી લડશે. જ્યારે ગત ચૂંટણીમાં જેડીયૂ અને ભાજપે અલગ-અલગ ચૂંટણી લડી હતી. તથા ભાજપના ખાતામાં 6 સીટ આવી હતી.

24 કલાકમાં કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર પડી ભાંગશે, ભાજપના ધારાસભ્યનો દાવો24 કલાકમાં કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર પડી ભાંગશે, ભાજપના ધારાસભ્યનો દાવો

English summary
BJP appoints in-charge and co-incharge for 17 states and Chandigarh for 2019 Lok Sabha elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X