મુસ્લિમ અનામત બહાલ કરવાના કોંગ્રેસના વાયદાથી બીજેપી હમલાવર, મુખ્યમંત્રી બોમ્મઈ ગુસ્સે ભરાયા
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં હવે મુસ્લિમોની એન્ટ્રીએ રાજનીતિ ગરમાવી છે. કોગ્રેસે રાજ્યમાં મુસ્લિમ અનામત બહાર કરવાનો વાયદો કરતા હવે બીજેપીના પેટમાં તેલ રેડાયુ હોય તેવી સ્થિતી છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું છે કે, જો અમારી સરકાર સત્તામાં આવશે તો બોમ્મઈ સરકારના મુસ્લિમ આરક્ષણના નિર્ણયને ખતમ કરશે. હવે આ મુદ્દે બીજેપી હુમલા કરી રહી છે.

કર્ણાટક મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ ડીકે શિવકુમારના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે, તેઓ તેને સ્પર્શી શકે નહીં, ચાલો જોઈએ કે તેઓ શું કરી શકે છે.
અહીં તમને જણાવી દઈએ કે, શિવકુમારે શુક્રવારે નિવેદન આપ્યું હતું કે અમે કોઈપણ મુશ્કેલી વિના અમારા ઉમેદવારોની બે યાદી બનાવી દીધી છે, ભાજપ હજુ સુધી તેની યાદી બનાવી શકી નથી અને યાદી આવશે. અમારી સરકાર આવતાની સાથે જ અમે અનામતનો મુદ્દો રદ્દ કરીશું અને લઘુમતીઓના હિતોનું રક્ષણ કરીશું.
અહીં તમને જણાવી દઈએ કે, માર્ચ મહિનામાં કર્ણાટકમાં બીજેપી સરકારે મુસ્લિમોને આપવામાં આવેલું 4 ટકા આરક્ષણ સમાપ્ત કરી દીધું હતું. આ 4 ટકા ક્વોટા હવે પ્રભુત્વ ધરાવતા વોક્કાલિગા અને લિંગાયત સમુદાયો વચ્ચે સમાનરૂપે વહેંચવામાં આવશે. આ સિવાય બીજેપી સરકારે મુસ્લિમોને આર્થિક અનામતમાંથી બાકાત રાખ્યા છે.












Click it and Unblock the Notifications
