jharkhand Assembly election 2024: ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે કમર કસી, શિવરાજસિંહ ચૌહાણે આપી મોટી અપડેટ

jharkhand assembly election 2024: ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી શક્યાતાઓ છે. આ વચ્ચે તમામ પક્ષો અને તેના મોટા નેતાઓ ઝારખંડમાં ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગયા છે.

ભાજપ ઝારખંડમાં પરિવર્તન યાત્રા કાઢી રહી છે. તો સામે ઝારખંડ મુક્તિ મોરચા દ્વારા મૈનિયા સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણી પ્રચારની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.

ઝારખંડ વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી માટે ઝારખંડ ચૂંટણી પ્રભારી શિવરાજ સિંહ ચૌહાણને બનાવવામાં આવ્યા છે.

તેમણે ચૌહાણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભારતીય જનતા પાર્ટીની તૈયારીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ જંગી બહુમતીથી ચૂંટણી જીતીને ઝારખંડમાં સરકાર બનાવશે.

આ સાથે શિવરાજ સિંહ ચૌહાણે ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) અને કોંગ્રેસ વચ્ચેના શાસક ગઠબંધનની આકરી ટીકા કરી હતી.

શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, અમે પ્રથમ તબક્કા માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. અમે અમારા પક્ષના સભ્યોની સલાહ લીધી છે. અમે ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં ચૂંટણી સમિતિની બેઠક કરીશું અને પછી નિર્ણય લઈશું.

શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અમિત શાહની રેલીમાં લોકોમાં જબરદસ્ત ઉત્સાહ હતો. લોકો અપ્રમાણિક અને ભ્રષ્ટ ગઠબંધન સરકારથી કંટાળી ગયા છે, અને પરિવર્તન માટે તૈયાર છે.

Jharkhand assembly election 2024

ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024 માટે ભાજપનો મેનિફેસ્ટો કેવો રહેશે? - જ્યારે ઝારખંડ માટે ભાજપના મેનિફેસ્ટો વિશે પૂછવામાં આવ્યું ત્યારે કેન્દ્રીય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ભાજપની સરકાર બનશે તો તેમનું ધ્યાન મહિલાઓને સશક્તિકરણ, યુવાનોને રોજગાર સુનિશ્ચિત કરવા અને ખેડૂતો અને ગરીબોના કલ્યાણમાં યોગદાન આપવા પર રહેશે.

શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. અમે લોકો સમક્ષ 100 દિવસના કામ રજૂ કરી રહ્યા છીએ. અમે અમારી બહેનોના આર્થિક સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીશું, યુવાનોના રોજગાર પર ધ્યાન કેન્દ્રિત કરીશું અને ખેડૂતો અને ગરીબોને મદદ કરીશું. આ સાથે અમે તેમને કલ્યાણની ખાતરી આપીશું.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી માટે ભાજપની પરિવર્તન યાત્રા શરૂ કરવા માટે અમિત શાહની ઝારખંડની મુલાકાત અંગે શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, લોકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમે જંગી બહુમતિ સાથે ઝારખંડમાં સરકાર બનાવીશું.

ક્યારે યોજાશે ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી 2024? - ઝારખંડમાં વર્ષના અંતમાં 81 સભ્યોની વિધાનસભા માટે ચૂંટણી યોજાવાની છે. કારણ કે, વર્તમાન સરકારનો કાર્યકાળ 2024 માં સમાપ્ત થઈ રહ્યો છે.

ભારતના ચૂંટણી પંચે હજુ સુધી ચૂંટણી અંગેની તારીખો જાહેર કરી નથી. ઝારખંડમાં દિવાળી અને છઠ પૂજા પછી વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.

ચૂંટણી પંચ ઝારખંડ અને મહારાષ્ટ્રમાં એક સાથે ચૂંટણી કરાવી શકે છે. રિપોર્ટ અનુસાર ઝારખંડમાં ટૂંક સમયમાં આચારસંહિતા લાગુ થઈ શકે છે. આ સંદર્ભે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ભારતીય ચૂંટણી પંચની ટીમ 23 સપ્ટેમ્બરના રોજ રાંચી આવશે. ચૂંટણી પંચની ટીમ રાંચીમાં બે દિવસ સુધી બેઠક યોજશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X