For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ નેતાની હત્યાના વિરોધમાં આજે BJPનુ 'બંગાળ બંધ'

પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના નેતાની હત્યા બાદ માહોલ તણાવપૂર્ણ છે. આ ઘટનાના વિરોધમાં ભાજપે પશ્ચિમ બંગાળમાં આજે 12 કલાકના બંધનુ એલાન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના નેતાની હત્યા બાદ માહોલ તણાવપૂર્ણ છે. આ ઘટનાના વિરોધમાં ભાજપે પશ્ચિમ બંગાળમાં આજે 12 કલાકના બંધનુ એલાન કર્યુ છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સચિવ સંજય સિંહે જણાવ્યુ કે અમે નેતાની હત્યાના વિરોધમાં આજે 12 કલાકના બંધનુ એલાન કર્યુ છે. આ ઘટના બાદ ભાજપના નેતા અને પશ્ચિમ બંગાળના સેન્ટ્રલ ઑબ્ઝર્વર કૈલાશ વિજયવર્ગીયે કહ્યુ હતુ કે તિતરગઢ પોલિસ સ્ટેશન સામે ભાજપના કાર્યકર્તા મનીષ શુક્લાની હત્યા કરવામાં આવી છે. આ કેસની સીબીઆઈ તપાસ કરાવવી જોઈએ.

bjp

તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગના જિલ્લામાં રવિવારે અજ્ઞાત મોટર સાઈકલ સવારોએ ભાજપ નેતા મનીષ શુક્લાને ગોળી મારીને હત્યા કરી દીધી. ગોળી વાગ્યા બાદ મનીષને કોલકત્તાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં રવિવારે રાતે તેમનુ મોત થઈ ગયુ. બૈરકપુરથી ભાજપ સાંસદ અર્જૂન સિંહની નજીક મનાતા મનીષ શુક્લાની ઓળખ પોતાના વિસ્તારના દબંગ નેતાની હતી. ભાજપ નેતાના મોત બાદ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે રાજ્યની કાનૂન વ્યવસ્થા પર ચિંતા વ્યક્ત કરી છે. કાયદો વ્યવસ્થા માટે રાજ્યપાલે અધિક મુખ્ય સચિવ(ગૃહ) અને ડીજીપીને સમન મોકલ્યા છે. રાજ્યપાલે બંનેને સોમવારે સવારે 10 વાગે રાજભવન બોલાવ્યા છે.

મનીષ શુક્લાની હત્યા માટે ભાજપે તૃણમૂલ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે. પશ્ચિમ બંગાળમાં ભાજપના સુપરવાઈઝરે કેન્દ્રીય કૈલાશ વિજયવર્ગીયએ એક વીડિયો જારી કરીને કહ્યુ છે કે મમતા બેનર્જી સરકાર અને તેમની પોલિસ ભાજપના નેતાઓને નિશા બનાવી રહી છે. ભાજપ નેતાઓ સાથે હિંસા પર મમતા ચૂપ છે અને પોલિસ પણ સુરક્ષા નથી આપી રહી. વિજયવર્ગીયએ પોલિસ અધિકારીઓ પર ઘણા આરોપ લગાવીને કહ્યુ મનીષ શુક્લાનો મોત મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લા અમુક સમયથી ભાજપ અને ટીએમસી વચ્ચે સતત આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે. બંને પાર્ટીઓ એકબીજા પર હિંસાના આરોપ લગાવતી રહે છે.

20-25 કરોડ લોકોને જુલાઈ 2021 સુધી મળી શકે છે કોરોના વેક્સીન20-25 કરોડ લોકોને જુલાઈ 2021 સુધી મળી શકે છે કોરોના વેક્સીન

English summary
BJP called 12 hour bandh in West Bengal due to murder of BJP leader.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X