સબરીમાલા પર સંગ્રામઃ દક્ષિણમાં પગપેસારો કરવાનો ભાજપ માટે સારો મોકો
સબરીમાલાઃ દક્ષિણમાં પગપેસારો કરવાનો ભાજપ માટે સારો મોકો
તિરુવનંતપુરમઃ સબરીમાલા મંદિરમાં મહિલાઓની એન્ટ્રીને લઈને સુપ્રીમ કોર્ટ તરફથી મળેલ ગ્રીન સિગ્નલ પર કેરળમાં બબાલ મચી છે. અયપ્પાના કેટલાય ભક્તો આ ફેસલાની વિરુદ્ધમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. ખાસ વાત તો એ છે કે દેશની સૌથી મોટો પક્ષ ભાજપ પણ આ પક્ષોને ટેકો આપી રહ્યું છે. જેને દક્ષિણ ભારતમાં પગપેસારો કરવાના રૂપમાં જોવામાં આવી રહ્યું છે કેમ કે અયપ્પાના ભક્તો માત્ર કેરળમાં જ નહિ બલકે આખા દક્ષિણ ભારતમાં ફેલાયેલા છે અને ભાજપ 2019થી પહેલા સાઉથમાં પોતાનો બેઝ વધારવા માટે એડ ચોટીનું જોર લગાવી રહ્યું છે.

સબરીમાલામાં મહિલાઓની એન્ટ્રી પર વિવાદ
કેરળની ધરતી ફરી લેફ્ટ-રાઈટની રાજનીતિનો અખાડો બની ગઈ છે. સબરીમાલા મંદિરના કપાટ બુધવારે 5 દિવસની માસિક પૂજા માટે ખુલનાર છે. મહિલા સંગઠનોએ તેમાં પ્રવોશની યોજના બનાવી છે. કેરળની વામપંથી સરકાર તેની વ્યવસ્થા બનાવવામાં લાગી ગઈ છે. પરંતુ ભાજપ સહિત કેટલીય રાજનૈતિક પાર્ટીઓ અને ધાર્મિ સંગઠનોએ તેની વિરુદ્ધમાં મોર્ચો ખોલી મૂક્યો છે.

ભાજપ પાસે છે સારો મોકો
ભાજપની માગણી છે કે કેરળ સરકાર સુપ્રીમ કોર્ટમાં એક સમીક્ષા અરજી દાખલ કરે. સરકાર પર દબાણ બનાવવા માટે સોમવારે પાર્ટી કાર્યકર્તાઓએ તિરુવનંતપુરમના રસ્તાઓ પર ઉતરીને વિરોધ પ્રદર્શન પણ શરૂ કરી દીધું છે. દેશની સત્તા મેળવ્યા બાદ ભાજપનું સૌથી મોટું લક્ષ્ય ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને કેરળમાં કમળ ખિલવવાનું છે. આ રાજ્યો માત્ર રાજકિય રૂપે જ તેમના માટે મહત્વનું નથી બલકે વામપંથથી વૈચારિક દુશ્મનીને પગલે પણ તેઓ આ રાજ્યોમાં પોતાનો આધાર ઉભો કરવા માગે છે. ત્રિપુરામાં તેમને સફળતા મળી ગઈ છે. કેરળના પણ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઈને સુપ્રીમ કોર્ટના ફેસલાએ તેને સારો મોકો આપ્યો છે.

હિંદુ વોટબેંક માટે લડી રહ્યા છે લેફ્ટ-રાઈટ
કેરળમાં વામપંથી પાર્ટીઓનો આધાર હિંદુ વોટર છે, જ્યારે કેરળમાં કોંગ્રેસને ઈસાઈ અને મુસ્લિમ મતદાતાઓનો સારો આધાર છે. હજુ સુધી કેરળમાં રાજકીય જગ્યા બનાવવામાં ભાજપ સફળ ન થઈ શક્યું. જો કે, વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો વોટ રાજ્યમાં 6.4 ટકાથી વધીને 10.33 ટકા સુધી પહોંચી ગયો હતો. એનડીઓના કુલ વોટ રાજ્યમાં 15 ટકા હતા.

વિધાનસભામાં ખાતું ખુલ્યું હતું
કેરળ વધાનસભા ચૂંટણી 2016માં ભાજપે ખાતું ખોલ્યું હતું. કેરળની 140 વિધાનસભા સીટમાંથી એક સીટ નેમોમ પર ભાજપના રાજગોપાલની જીત થઈ હતી. કેરળની કેટલીક સીટ એવી પણ રહી જયાં ભાજપ બીજા સ્થાન પર રહ્યું હોય. જેનાથી વામપંથી ગઠબંધન પણ ચિંતિત છે.

કેરળની સ્થિતિ
કેરળની સામાજિક હાલાત દેશના બાકીના ભાગથી અલગ છે. કેરળમાં હિંદુઓની વસ્તી 52 ટકા જેવી છે. આ ઉફરાંત 27 ટકા મુસ્લિમ અને 18 ટકા ખ્રિસ્તીઓની વસ્તી છે. કેરળમાં લેફ્ટ અને કોંગ્રેસ ગઠબંધનની વચ્ચે રાજકીય મુકાબલો રહે છે. એવામાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ ખુદને મજબૂત કરવાની કોશિશમાં છે.

ગત લોકસભામાં કેરળમાં ભાજપની સ્થિતિ
રાજ્યની 20 લોકસભા સીટમાંથી 2014 ચૂંટણીમાં ભાજપ 18 પર ચૂંટણી લડ્યું હતું અને બાકી 2 સીટ સહયોગી દળને આપી હતી. જેમાંથી એક સીટ પર ભાજપ બીજા સ્થાને રહ્યું અને બાકીની 17 સીટ પર ભાજપ ત્રીજા સ્થાન પર રહ્યું. ત્રિવેન્દ્રમ લોકસભા સીટ પર ભાજપ ઉમેદવાર રાજગોપાલ બીજા સ્થાન પર રહ્યા. કોંગ્રેસના ઉમેદવાર શશિ થરૂરને અહીંથી 2 લાખ 97 હજાર 806 વોટ મળ્યા જ્યારે ભાજપના રાજગોપાલને 2 લાખ 82 હજાર 336 વોટ મળ્યાં હતાં. આવી રીતે શશિ થરૂર માત્ર 15 હજાર 470 વોટથી જીતવામાં સફળ રહ્યા હતા. આ ઉપરાંત કેરળમાં પાંચ લોકસભા સીટ એવી છે જ્યાં ભાજપને એક લાખથી વધુ વોટ મળ્યાં. જેમાં કાસરગોડ, કોઝીકોડ, પલક્કાડ, ત્રિશૂર પથનમથીટ્ટા લોકસભા સીટ છે. 8 સીટ એવી રહી જ્યાં ભાજપના ઉમેદવારોને 70 હજારથી 1 લાખ વોટ મળ્યા.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો









Click it and Unblock the Notifications
