For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદનો જવાબ સોલનથી : રાહુલના નિવેદન સામે ભાજપ ECના દ્વારે

|
Google Oneindia Gujarati News

શિમલા, 3 મે : ભાજપના સાંસદ અને હમીરપુરના ઉમેદવાર અનુરાગ ઠાકુરે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. આ બાબતે તેમની સામે કાર્યવાહી કરવાની માંગણી પણ કરી છે. આ સંદર્ભમાં તેમણે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ નોંધાવી છે.

ઠાકુરે જણાવ્યું છે કે રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી એક ચૂંટણી સભામાં રાહુલ ગાંધીએ તેમના વિરુદ્ધ આરોપો લગાવ્યા છે તે ખોટા છે અને જનતાને તેમની વિરુદ્ધ ભડકાવવા માટે લગાવવામાં આવ્યા છે.

rahul-gandhi-narendra-modi

આ મુદ્દે જન પ્રતિનિધિત્વ કાયદાની કલમ 123(4)ને ટાંકીને ઠાકુરે ચૂંટણી પંચમાં રાહુલ ગાંધી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અરજી કરી છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે રાહુલ ગાંધી પર આરપીએ અને ચૂંટણીની આચારસંહિતાના ઉલ્લંઘનનો આ યોગ્ય કિસ્સો છે. તે વાજબી પણ છે.

ફરિયાદકર્તા ઠાકુરે જણાવ્યું છે કે રાહુલ ગાંધીએ તેમની વિરુદ્ધ ખોટા નિવેદનો આપીને જન પ્રતિનિધિત્વ કાયદાની કલમ 123(4)નું ઉલ્લંઘન કર્યું છે. આ અંગે ભાજપના પ્રવક્તા ગણેશ દત્તે જણાવ્યું કે આ બાબત એંગે રાહુલની ટીકા કરી છે. તેમએ આરોપ લગાવ્યો હતો કે ઠાકુરે 250 કરોડ રૂપિયાની જમીન હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનને સોંપી દીધી છે.

English summary
BJP filed complaint against Rahul Gandhi in election Commission; on his controversial statement given in public meeting.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X