For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગડકરીએ વૈદ્યને આપ્યો રદિયો, કહ્યું 'મોદીની સાથે છું'

|
Google Oneindia Gujarati News

nitin gadkari
નવી દિલ્હી, 12 નવેમ્બર: ભાજપા અધ્યક્ષ નીતિન ગડકરીએ આરએસએસના વરિષ્ઠ નેતા એમ જી વૈદ્યએ કરેલા નિવેદનને રદિયો આપી દીધો છે. તેમણે જણાવ્યું ભાજપા સંપૂર્ણપણે મોદીની સાથે છે અને તેમને પૂરેપૂરો વિશ્વાસ છે કે મોદી વિધાનસભાની ચૂંટણી જીતીને જ રહેશે.

આ પહેલા આરએસએસના વરિષ્ઠ નેતા એમ.જી વૈદ્ય નિતિન ગડકરીના સમર્થનમાં ખુલીને સામે આવ્યાં હતા અને નરેન્દ્ર મોદીને આડે હાથ લીધા હતાં. એમ.જી વૈદ્યે પોતાના બ્લોગમાં લખ્યું હતું કે 'નિતિન ગડકરી વિરૂદ્ધ મોદી અભિયાન ચલાવી રહ્યાં છે. તેમનો તર્ક છે કે રામ જેઠમલાણીએ ભાજપ અધ્યક્ષ નિતિન ગડકરીનું રાજીનામું માંગ્યું છે ત્યારે તેમને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર માટેની વાત કરી હતી.'

એમ.જી વૈદ્યએ જણાવ્યું હતું કે 'નરેન્દ્ર મોદીને લાગે છે કે નિતિન ગડકરી વડાપ્રધાન પદ માટે મુશ્કેલી કરી શકે છે. એટલા માટે જ નરેન્દ્ર મોદી નિતિન ગડકરીને પાર્ટીના અધ્યક્ષ પદેથી દૂર કરવા માંગે છે અને તેના માટે રામ જેઠમલાણી સહારો લઇ રહ્યાં છે.'

બ્લોગમાં એમ.જી વૈદ્યે ભાજપના સાંસદ રામ જેઠમલાણીના સાર્વજનિકરૂપથી ગડકરી વિરૂદ્ધ નિવેદનબાજી કરવાના મુદ્દે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમના અનુસાર જો જેઠમલાણીને નિતિન ગડકરીથી કોઇ પ્રોબલમ હોય તો તે પાર્ટીના મંચ પર તેમની વાત મુકે. તેના માટે બહાર જઇને નિવેદનબાજી કરવાની શું જરૂર છે.

જોકે નીતિન ગડકરીએ વૈદ્યની વાતોને રદિયો આપી જણાવ્યું હતું કે મોદી મારી સામે કોઇ અભિયાન નથી ચલાવી રહ્યા અને અમારી પાર્ટી મોદીની સાથે છે અને ગુજરાતમાં ભાજપનો વિજય થઇને રહેશે.

English summary
The BJP on Monday rejected RSS member MG Vaidya's blog in which he had hinted that Gujarat Chief Narendra Modi was responsible for the campaign against party president Nitin Gadkari, calling it 'unfounded'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X