For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CM ફડણવીસના ઘરે થઈ BJPની કોર ગ્રુપની બેઠક, રાજ્યપાલ સાથે ફરી કરશે મુલાકાત

મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે સીએમ દેવેન્દ્ર ફડણવીસના ઘરે ભાજપની કોર ગ્રુપની બેઠક થઈ.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમાંસરકાર બનાવવા માટે બધી પાર્ટીઓએ પોતાની ગાડીને પાંચમાં ગેરમાં નાખી દીધી છે. ભાજપ-શિવસેના વચ્ચે સીએમ પદ માટે ચાલી રહેલ મતભેદોના કારણે રાજ્યમાં અત્યાર સુધી સરકારની રચના થઈ શકી નથી. શનિવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ભારતીય જનતા પાર્ટીને સરકાર બનાવવાનુ આમંત્રણ આપ્યુ. આ તરફ એનસીપી અને શિવસેના વચ્ચે ગઠબંધન માટે ચર્ચાઓ જોરો પર છે.

મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ

મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે સીએમ દેવેન્દ્ર ફડણવીસના ઘરે ભાજપની કોર ગ્રુપની બેઠક થઈ. આ મીટિંગમાં વિનોદ તાવડે, આશીષ શોલાર, ગિરીશ મહાજન સહિત ઘણા વરિષ્ઠ નેતા હાજર રહ્યા. ભાજપ નેતા સુધીર મુંગટીવારે કહ્યુ રાજ્યમાં અમે મોટી પાર્ટી બનીને સામે આવ્યા છે એટલા માટે રાજ્યપાલે અમને સરકાર બનાવવાનુ આમંત્રણ આપ્યુ છે. રાજ્યપાલના આ આમંત્રણ પર રવિવારે સાંજે અમે ફરીથી તેમની મુલાકાત કરીશુ.

આ તારીખ સુધી સાબિત કરવો પડશે બહુમત

આ તારીખ સુધી સાબિત કરવો પડશે બહુમત

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યુ હતુ. ભાજપને વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે 11 નવેમ્બરનો સમય આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ-એનસીપી અને શિવસેનાને પોતાના ધારાસભ્યો તૂટવાનો ડર લાગવા લાગ્યો છે. શિવસેનાએ પોતાના ધારાસભ્યોને એકજૂટ રાખવા માટે મુંબઈની એક હોટલમાં રાખ્યા છે. કોંગ્રેસ ભાજપ પર ધારાસભ્યોની ખરીદ-ફરોત કરવાનો આરોપ લગાવી ચૂકી છે.

ભાજપ-શિવસેના વચ્ચે ન બની શકી વાત

ભાજપ-શિવસેના વચ્ચે ન બની શકી વાત

ચૂંટણી પૂર્વ ગઠબંધન કરનાર ભાજપ-શિવસેના વચ્ચે સીએમ પદના અઢી-અઢી વર્ષની વહેંચણી પર સંમતિ બની શકી નહિ. જેના કારણે અહીં સરકાર બનાવવામાં મુશ્કેલી આવી રહી છે. તમને જણાવી દઈએ કે આ વખતે મહારાષ્ટ્ર ચૂંટણીમાં કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળ્યો નથી. મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટમાંથી ભાજપને સર્વાધિક 105, શિવસેનાને 56, એનસીપીને 54 અને કોંગ્રેસને 44 સીટો મળી છે. ચૂંટણી પૂર્વે ગઠબંધન કરીને ચૂંટણી લડી ભાજપ અને શિવસેનાએ કુલ મળીને 161 સીટો મળી છે.

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટના 1045 પેજના ચુકાદા બાદ આ બે મોટા રહસ્યો પરથી ન ઉઠ્યો પડદોઆ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટના 1045 પેજના ચુકાદા બાદ આ બે મોટા રહસ્યો પરથી ન ઉઠ્યો પડદો

English summary
bjp core committee meeting held in devendra fadnavis home, will meet abain maharashtra governor
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X