યૂપીમાં છવાયો 'મોદી મેજિક', બિહારમાં નુકસાન: સર્વે

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી: લોકસભાની ચૂંટણીના ઠીક બે મહિના પહેલાં કરાવવામાં આવેલા ચૂંટણી સર્વેમાં આ વાત સામે આવી છે કે યૂપી અને બિહારમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની લહેર દોડી રહી છે. એબીપી-નિલ્સન દ્વારા ફેબ્રુઆરીમાં કરાવવામાં આવેલા સર્વેમાં સ્પષ્ટ થઇ ગયું છે કે યૂપી અને બિહારમાં નરેન્દ્ર મોદીની લહેર દોડી રહી છે.

સર્વે અનુસાર યૂપીની 80 સીટોમાંથી ભાજપને 40, કોંગ્રેસને 11, એસપીને 14, બીએસપી 13, જ્યારે આપ અને અન્યને 1-1 સીટ મળશે. આ સર્વેને જ્યારે જાન્યુઆરીમાં કરાવવામાં આવ્યો હતો તો તેના મુકાબલે તેમણે હવે 5 સીટોનો ફાયદો થયો છે. જ્યારે બિહારમાં 3 સીટોનું નુકસાન સહન કરવું પડ્યું છે.

narendra-modi-61211

આ સર્વે અનુસાર બિહારમાં ભાજપને 21, જેડીયૂને 9 અને આરજેડીને 5 સીટો મળી શકે છે. તો બીજી તરફ એલજેપીને 1 અને કોંગ્રેસને 2 સીટો મળી શકે છે. 2 સીટો અન્યને મળી શકે છે. તો બીજી તરફ એ વાતની જાણકારી મળી છે કે જો બિહારમાં આરજેડી-કોંગ્રેસ-એલજેપી મળીને ચૂંટણી લડી શકે છે તો ભાજપની સીટો 16 સુધી આવી શકે છે. આ સર્વેથી ખબર પડે છે કે બિહારમાં મોદીની લહેર દોડી રહી છે. ભાજપ સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભરી રહી છે જ્યારે જેડીયૂને ભારે નુકસાન થતું જોવા મળી રહ્યું છે.

English summary
BJP could win 61 of the 120 Lok Sabha seats in Uttar Pradesh and Bihar, emerging as the single largest party in both states and nearly trebling its 2009 tally, an opinion poll conducted for a TV channel.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.