Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભાજપ 'કિરણ'ના નેતૃત્વમાં સાફ કરશે દિલ્હી વિધાનસભાનો રસ્તો

નવી દિલ્હી, 20 જાન્યુઆરી: જેમ જેમ દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખો નજીક આવતી જાય છે તેમ તેમ ચૂંટણીનું ધુમ્મસ સાફ થતું જઇ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાની સંસદીય બેઠકમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી કોના નેતૃત્વમાં લડશે તે નક્કી કરી લીધું.

ભાજપે આજે એ ચિત્ર સ્પષ્ટ કરી દીધું હતું કે તે દિલ્હીની ચૂંટણી પક્ષમાં હાલમાં જોડાયેલા કિરણ બેદીના નેતૃત્વમાં લડશે. આ ઉપરાંત ભાજપે તેમને મુખ્યમંત્રી તરીકે પણ પ્રોજેક્ટ કર્યા છે. કિરણ બેદી ભાજપની પરંપરાગત બેઠક કૃષ્ણ નગરથી ધારાસભ્યની ચૂંટણી લડશે.

kiran bedi
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ અંગેની જાહેરાત કરતા મીડિયાને જણાવ્યું કે 'ભારતીય જનતા પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં આ અંગેનો સર્વસંમિતિથી નિર્ણય લેવાયો છે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી કિરણ બેદીના નેતૃત્વમાં લડવામાં આવે અને મુખ્યમંત્રી તરીકે પણ તેમને જ પ્રોજેક્ટ કરવામાં આવે.' શાહે આ સાથે એવી પણ સ્પષ્ટતા કરી દીધી હતી કે આ નિર્ણય અંગે પાર્ટીમાં કોઇ વાદ-વિખવાદ નથી.

શાહે કિરણ બેદીના નેતૃત્વમાં ચૂંટણી લડવાનું કારણ દર્શાવતા જણાવ્યું કે 'તેઓ દેશના પ્રથમ મહિલા આઇપીએસ અધિકારી બન્યા, અને દિલ્હીની સેવા કરી. બાદમાં તેમણે સેવા ક્ષેત્રે ઝંપલાવ્યું. કાયદા અને ગુનાહિત બાબતોમાં તેમની સારી એવી કામગીરી રહી છે. તેઓ ડોક્ટરેટ પણ છે અને તેમની પાસે લૉની પણ ડિગ્રી છે. તેઓ દિલ્હીને સારી રીતે જાણે છે અને દિલ્હીના લોકો પણ તેમને મુખ્યમંત્રી તરીકે ચોક્કસ પસંદ કરશે.'

ખુદને ભાજપ તરફથી દિલ્હીના મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરાતા કિરણ બેદીએ જણાવ્યું કે 'મેં તો આપને પહેલા જ કહ્યું હતું કે હું દિલ્હીની સેવા માટે ભાજપમાં જોડાઇ હતી, કોઇ પણ બેઠક પરથી ચૂંટણી લડવા તૈયાર હતી. આ તો તેમની સ્ટ્રેટેજી છે કે મને દિલ્હીમાં મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરી. હું તો ગમે ત્યાંથી ચૂંટણી લડી શકું છું. આખી દિલ્હી મારી છે.'

{promotion-urls}

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X