મોદીને PM જેવી સુરક્ષા આપવા BJPની માંગ, કેન્દ્રનો ઇનકાર

નવી દિલ્હી, 6 નવેમ્બર: ભાજપ સંસદીય બોર્ડે કેન્દ્ર સરકારને માગ કરી છે કે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને વડાપ્રધાન સરીખી સુરક્ષા પ્રદાન કરવામાં આવે. ભાજપનું કહેવું છે કે નરેન્દ્ર મોદીની સુરક્ષાની જવાબદારી કેન્દ્ર સરકારની છે.

પરંતુ કેન્દ્ર સરકારે નરેન્દ્ર મોદીને એસપીજી સુરક્ષા આપવાનો ઇનકાર કરી દીધો છે. રાજ્યમંત્રી આપીએન સિંહે જણાવ્યું કે ભાજપ સુરક્ષાના મુદ્દે રાજકારણ રમી રહ્યું છે. મોદીને જેડ પ્લસ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે તેનાથી વધારે કઇ સુરક્ષા આપવામાં આવે. હમણા હાલમાં જ તેમની સુરક્ષા વધારવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 27 ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદીની પટણા રેલીમાં 6 સીરિયલ બ્લાસ્ટ થયા હતા. જેમાં 6 લોકોના મોત થયા હતા. આ વિસ્ફોટ બાદથી જ મોદીની સુરક્ષાને લઇને રાજકારણ ગરમાઇ ગયું છે.

narendra modi
નોંધનીય છે કે આઇબીએ પણ એલર્ટ જારી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આતંકવાદીઓના નિશાના પર છે, જેના પગલે મોદીની સુરક્ષાની માંગમાં વધારો થયો છે.

નરેન્દ્ર મોદીની હવે પછીની રેલી 7 નવેમ્બરના રોજ એટલે કે આવતી કાલે છત્તીસગઢમાં છે. છત્તીસગઢમાં આતંકના ઓસાયા વચ્ચે નરેન્દ્ર મોદી પોતાની રેલી કરવા જઇ રહ્યા છે. અને બીજી બાજું પાર્ટી તેમની સુરક્ષામાં વધારો કરવા માટે કેન્દ્ર સરકારને આજીજી કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X