For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાળકોના મોતના પગલે નીતિશ કુમાર આપે રાજીનામું : BJP

|
Google Oneindia Gujarati News

nitish kumar
પટણા, 17 જુલાઇ : છપરામાં બનેલી ઘટના બાદ બિહારનું રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. પીડિત પરિવારોના દુ:ખમાં ભાગીદાર થવાને બદલે રાજનૈતિક દળો રાજનીતિ કરવામાં લાગી ગયા છે. મહીના સુધી જેડીયૂની સાથે બિહારની સત્તા સંભાળી રહેલી બેજેપીને પણ અચાનક રાજ્યની હાલત હવે રામભરોસે દેખાઇ રહી છે.

બીજેપીએ આ મામલામાં નીતિશ કુમારના રાજીનામાંની માંગ કરી દીધી છે, જ્યારે આરજેડીના લાલુ પ્રસાદ યાદવનું કહેવું છે કે રાજ્ય સરકાર રામ ભરોસે ચાલી રહી છે. આ કરુણાંતિકાના પગલે આજે બીજેપી અને આરજેડીએ છપરા બંધની જાહેરાત કરી છે.

બીજેપીએ નીતિશ સરકારને આ ઘટનામાં જવાબદાર ગણાવી તેમની પાસે રાજીનામાની માંગ કરી છે. જ્યારે રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે આ ઘટના માટે નીતિશ શાસનના ભ્રષ્ટાચારને જવાબદાર ગણાવ્યો છે. જ્યારે લાલુ પ્રસાદે આરોપ લગાવ્યો છે કે સરકારના ઘણા મંત્રી પણ બાળકોને મધ્યાહન ભોજન આપવાની આ સરકારી યોજનામાં ફાયદો ઉઠાવી રહ્યા છે. લાલુએ આવા મંત્રીઓની સામે પણ તપાસની માંગણી કરી છે.

લોકજનશક્તિ પાર્ટીના નેતા રામ વિલાસ પાસવાન પણ તક જોઇને રાજકીય જસ ખાટી રહી છે. પાસવાનનું કહેવું છે કે મરનાર વિદ્યાર્થીઓના પરિવારને 2 લાખ રૂપિયા નહીં પરંતુ 20 લાખ રૂપિયાનું વળતર મળવું જોઇએ, કારણ કે તે મહાદલિત અને અનુસુચિત જનજાતિના હતા. પહેલા બોધગયા મંદિરમાં બ્લાસ્ટ અને હવે છપરામાં મધ્યાહન ભોજનની આ ઘટના બાદ નીતિશ સરકાર એકવાર ફરી વિપક્ષના નિશાના પર છે.

English summary
BJP demands resignation of Bihar CM Nitish Kumar over Bihar midday meal poisoning case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X