ઝારખંડમાં બીજેપી પાસે કોઈ નેતા નથી એટલે ભાડા પર લાવે છે-હેમંત સોરેન
ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ રાજનીતિ ચરમ પર છે. બીજેપીની દમનકારી નીતિ સામે હેમંત સોરેન મજબુત થઈ રહ્યાં છે અને હવે તેમને બીજેપી પર આકરા પ્રહાર કર્યા છે.
મુખ્યમંત્રી હેમંત સોરેને બીજેપી પર આકરા શબ્દોમાં નિશાન સાધતા કહ્યું કે, રાજ્યમાં ભાજપ પાસે નેતાઓની કમી છે અને તેઓ મધ્યપ્રદેશ અને આસામ જેવા અન્ય રાજ્યોમાંથી નેતાઓ ભાડા પર લાવે છે.

ઝારખંડ વિધાનસભા ચૂંટણીને લઈને સીએમ હેમંત સોરેનનું આ નિવેદન બીજેપી પર મોટો હુમલો છે. અહીં સીએમ હેમંત સોરેને આડકતરી રીતે કેન્દ્રીયમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમા પર કટાક્ષ કર્યો.
આ બન્ને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રભારી અને સહ-પ્રભારી તરીકે રાજ્યની જવાબદારી સંભાળી રહ્યા છે. કોઈનું નામ લીધા વિના સીએમ સોરેને કહ્યું કે, વિપક્ષ વિભાજનની રાજનીતિમાં વ્યસ્ત છે.
પલામુ જિલ્લાના ચિંકી એરપોર્ટ નજીક મેદિનીનગર ખાતે ઝારખંડની મુખ્યમંત્રી મૈયા સન્માન યોજના હેઠળ નાણાં ટ્રાન્સફર કાર્યક્રમમાં સીએમ હેમંત સોરેને કહ્યું કે, તેઓ પાસે અમારા વિકાસ કાર્યોનો સામનો કરવા માટે કંઈ નથી. તેમની પાસે ન તો એજન્ડા છે કે ન તો વિઝન છે.
આગળ કહ્યું કે, પહેલા તેઓ મને ભ્રષ્ટ અને જમીન ચોર કહેતા હતા, જ્યારે હું તેમની સામે ઉભો છું ત્યારે તેઓ મને જમીન માફિયા અને ભ્રષ્ટ કહીને બોલાવે છે. તેઓએ ખોટા નિવેદનો આપવા માટે મધ્યપ્રદેશ અને આસામના નેતાઓને રાખ્યા છે.
હેમંત સોરેને કહ્યું કે, ભાજપ અને કેન્દ્ર સરકારે મને હેરાન કરવામાં કોઈ કસર છોડી રહી નથી. મારી સરકારને તોડવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા, મારી પાર્ટી અને ધારાસભ્યોને તોડવાના પ્રયાસો કરવામાં આવ્યા. મારા પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા.
जनता का है आशीर्वाद, विपक्ष के षड्यंत्र को मिलेगा करारा जवाब।
— Jharkhand Mukti Morcha (@JmmJharkhand) August 23, 2024
झारखंड में सिर्फ झारखंडियों का राज चलेगा।
गुजरात और असम से आदेश लेने वालों झारखंड में भाजपा नेताओं का सूपड़ा साफ होगा।#झारखंडी_अधिकार_मार्च pic.twitter.com/PirX9ymO6U
હેમંત સોરેને આગળ કહ્યું કે, હું પહેલા કેવો દેખાતો હતો અને હવે કેવો દેખાઉં છું? તેઓએ મને બે વખત પરેશાન કર્યો અને દોઢ વર્ષ અને જેલમાં પણ રાખ્યો, ભગવાનના ઘરમાં વિલંબ છે પરંતુ સત્યને કોઈ છુપાવી શકે નહીં અને હું હાઈકોર્ટના આદેશ સાથે તમારી સમક્ષ ઊભો છું.
ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને જણાવ્યું કે, ઝારખંડમાં આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને તમામ લોકોએ સાવચેત રહેવું પડશે. તેમણે ઉપસ્થિત લોકોને તેમની સરકાર દ્વારા થઈ રહેલા વિકાસ કાર્યો માટે તેમનામાં વિશ્વાસ વ્યક્ત કરવા જણાવ્યું.












Click it and Unblock the Notifications
