છત્તીસગઢઃ ભાજપે પહેલી યાદીમાં સાંસદ અને કેન્દ્રીય મંત્રીઓની ટિકિટ કાપી

છત્તીસગઢઃ ભાજપે સાંસદ અને કેન્દ્રીય મંત્રીઓની ટિકિટ કાપી

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ છત્તીસગઢની 11 લોકસભા સીટમાંથી પાંચ પર પોતાના ઉમેદવારોની ઘોષણા કરી દીધી છે. જેમાં બે એવા લોકોની ટિકિટ કાપવામાં આવે છે જેમાંથી એક સિટિંગ સાંસદ અને બીજા કેન્દ્રીય મંત્રી છે. પાર્ટીએ સુરગુજા, બસ્તર, રાયગઢ, કાંકેર અને જાંગીર-ચંપા લોકસભા સીટથી પાંચ ઉમેદવારોને ટિકિટ આપી છે. આ તમામ સીટ પર ઉમેદવારોનું એલાન ગુરુવારે કરવામાં આવ્યું. જેવી રીતે પ્રદેશમાં ભાજપના ધારાસભ્યઓએ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો, તે બાદ પાર્ટીએ એલાન કર્યું હતું કે તેઓ 1દ સિટિંગ સાંસદોની ટિકિટ કાપશે.

હાલના સાંસદની ટિકિટ કપાઈ

હાલના સાંસદની ટિકિટ કપાઈ

કેન્દ્રીય મંત્રી વિષ્ણુદેવી સાઈ જોકિ ચાર વખત રાયગઢથી લોકસભા સીટથી સાંસદ રહી ચૂક્યા છે અમે પાર્ટીએ તેમને ટિકિટ ન આપી. જ્યારે અન્ય હાજર સાંસદ કમલભાઈ સિંહ, બસ્તરથી દિનેશ કશ્યપ, કાંકેરથી વિક્રમ ઉસેંડી, જાંગીર-ચંપાથી કમલા દેવી પાટલીની પાર્ટીએ ટિકિટ કાપી છે. ફાયરબ્રિગેડ આદિવાસી નેતા રેણુકા સિંહ જેઓ પ્રેમનગરથી 2003-2008માં ધારાસભ્ય હતા તેમને સુરગુજાની સીટ પરથી પાર્ટીએ ટિકિટ આપી છે. તેઓ રમન સિંહ સરકારમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી હતાં.

આદિવાસી ઉમેદવારને ટિકિટ મળી

આદિવાસી ઉમેદવારને ટિકિટ મળી

આ ઉપરાંત વધુ એક આદિવાસી મહિલા નેતા ગોમતી સઈને રાયગઢથી ટિકિટ આપવામાં આવી છે. બસ્તરથી પાર્ટીએ જિલ્લા અધ્યક્ષ બૈદુરામ કશ્મયને પાર્ટીએ ટિકિટ આપી છે. તેઓ બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. મોહન માંડવીને પાર્ટીએ કાંકેરથી ટિકિટ આપી છે. પાર્ટીએ અહીં હાજર સાંસદ વિક્રમ ઉસેંડીની ટિકિટ કાપી છે. પૂર્વ સાંસદ ગુહારામ અજગલે જેઓ સારંગગઢ સીટથી 2004-2009માં સાંસદ હતા તેમણે આ વખતે પાર્ટીએ જાંગીર-ચંપા લોકસભા સીટથી ટિકિટ આપી છે.

23મેના રોજ પરિણામ

23મેના રોજ પરિણામ

જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના એલાન બાદથી જ તમામ રાજનૈતિક દળો વચ્ચે નિવેદનબાજી તેજ થઈ ગઈ છે. 10 માર્ચે લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન કરવામા આવ્યું હતું. આ વખતે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં થશે. પહેલા તબક્કામાં મતદાન 11 એપ્રિલે થશે, જ્યારે આખરી તબક્કામાં મતદાન 19 મેના રોજ થશે. ચૂંટણીના પરિણામોની ઘોષણા 23 મેના રોજ કરવામાં આવશે. છત્તીસગઢમાં 11 એપ્રિલ, 18 એપ્રિલે મતદાન થશે. ચૂંટણીને ધ્યાનમાં રાખી ચૂંટણી પંચે આ વખતે પારદર્શી ચૂંટણીના પુષ્તા ઈંતેજામ કર્યા છે. કુલ 10 લાખ પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે જેથી વધુમાં વધુ સંખ્યામાં લોકો પોાના મતાધિકારનો ઉપયોગ કરી શકે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X