મોદીની વધતી લોકપ્રિયતા સામે કોંગ્રેસની ઓછી માનસિકતા!

વરિષ્ઠ ભાજપા નેતા અને પૂર્વ વિધાનસભા અધ્યક્ષ હરબંસ કપૂરે જણાવ્યું કે 'આવા સમયમાં જ્યારે મોદી દેશની અંદર સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભરી રહ્યા છે અને ગુજરાતમાં તેમના દ્વારા કરવામાં આવેલા વિકાસના મોડેલને દેશમાં જ નહી પરંતુ આખા વિશ્વમાં નામના મળી રહી છે. તેમના ઉત્તરાખંડ પ્રવાસનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવો દુર્ભાગ્યપૂર્ણ છે.'
કોંગ્રેસના નેતાઓ દ્વારા મોદીને 'સાંપ્રદાયિકતાનું પ્રતિક' બતાવવા સંબંધી નિવેદન અંગે જણાવતા કપૂરે જણાવ્યું કે 1984માં થયેલા શીખ વિરોધી રમખાણોની યાદ અપવી અને કહ્યું કે સત્તાધારી પાર્ટીના ઘણા પ્રમુખ નેતાઓ પર શીખનું દમન કરવાના મામલે કેસ ચાલી રહ્યા છે. કોંગ્રેસને મોદીની યાત્રાનો વિરોધ નહી કરવાની ચેતવણી આપતા ભાજપા વિધાયકે જણાવ્યું કે જો મોદીનું અપમાન કરવામાં આવ્યું, તો 28 એપ્રિલના રોજ યોજાનાર સ્થાનીય ચૂંટણીમાં કોંગ્રેસનો સંપૂર્ણરીતે સફાયો થઇ જશે.












Click it and Unblock the Notifications
