અરૂણ જેટલીના ફોન પર નજર, ભાજપ આકરા પાણીએ

arun-jaitely
નવી દિલ્હી, 17 ફેબ્રુઆરીઃ ભારતીય જનતા પાર્ટીએ પોતાના નેતા અરૂણ જેટલી પર અનધિકૃત નજર રાખવામાં આવવાને લઇને ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે પાસે સ્પષ્ટતાની માંગ કરી છે. આ મામલે ધરપકડ કરાયેલા કોન્સ્ટેબલે જણાવ્યું છે કે અંગત કારણોના લીધે કોલ ડિટેલ એકઠી કરવામાં આવી હતી. ભાજપે તેને એક ગંભીર મામલો ગણાવ્યો અને શિંદેને જેટલીના ફોન કોલ ડિટેલ આપવાનો આદેશ આપનાર વ્યક્તિ અંગે ઓપનલી સામે આવવા કહ્યું છે.

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું કે, જે રીતે કોલ ડિટેલ એકઠી કરવામાં આવી, તે મામલો ગંભીર છે. આ કામ પાછળ જે વ્યક્તિ છે તેને યોગ્ય સજા ફટકારવામાં આવવી જોઇએ. જેટલીના કોલ ડિટેલ સુધી પહોંચવાનો પ્રયત્ન દિલ્હી પોલીસના એક 23 વર્ષીય કોન્સ્ટેબલ અરવિંદ ડબાસે કર્યો હતો. તે જેટલી અને ઉત્તરાખંડના એક નેતા વ્ચચેનો સંપર્ક જાણવા માગતો હતો. ઉત્તરાખંડના આ નેતાએ ઉત્તરાખંડમાં એક પ્રોપર્ટી ડીલનો મામલાનું નિરાકરણ જેટલી થકી લાવવાનું આશ્વાસન આપ્યું હતું.

જેટલીના ફોન ડિટેલ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવાના આરોપમાં શુક્રવારે ડબાસની ધરપકડ કરવામાં આવી છે. ડબાસ પોતાના બે સાથીઓ સાથે ઉત્તરાખંડમાં રીટેલ સ્ટેટનો ધંધો કરે છે. તેવામાં એક ઘંધામાં તેના પૈસા ફસાયેલા હતા. ઉત્તરાખંડમાં એક નેતાએ જેટલીથી પોતાના પરિચયનો હવાલો આપતા પૈસા કઢાવવાનો ભરોસો વ્યક્ત કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X