ભાજપે અમિત શાહને ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપી

અમિત શાહની સાથે ધર્મેન્દ્ર પ્રધાન, શ્યામ જાજુ અને ત્રિવેન્દ્ર રાવત પણ ઉત્તરપ્રદેશની જવાબદારી સંભાળશે. ઉત્તરાખંડની જવાબદાર ત્રિવેન્દ્ર રાવતને સોંપવામાં આવી છે. ભાજપ આગામી લોકસભાની ચૂંટણી માટે યુપી, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ પર ખાસ ધ્યાન આપશે તેથી જ આ રાજયો માટે અત્યારથી નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે.
પક્ષના અધ્યક્ષ રાજનાથસિંહની સાથે ઉપાધ્યક્ષો તથા મહામંત્રીઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રની જવાબદારી અનંતકુમાર તથા મુખ્તાર અબ્બાસ નકવી સંભાળશે.
બિહાર તથા ઝારખંડ માટે થાવરચંદ ગેહલોટ, હરિયાણા માટે કપ્તાનસિંહ સોલંકી, રાજસ્થાન માટે જે.પી.નડ્ડાનું નામ નક્કી કરવામાં આવ્યુ છે. પંજાબ તથા હિમાચલ પ્રદેશ સહિત અન્ય રાજયો માટે નેતાઓના નામ નક્કી કરવામાં આવ્યા નથી.












Click it and Unblock the Notifications
