જાતે જ વિનાશ તરફ વધી રહી છે ભાજપ: કપિલ સિબ્બલ

બીજેપીની કોર ગ્રુપમાં મોદીની બીજી વખત પસંદગી કરવાથી સિબ્બલે મીડિયાને જણાવ્યું કે ' ભાજપના સંસદીય બોર્ડમાં મોદીને ફરીથી સામેલ કરવા પાર્ટીના વિનાશનું કારણ બનશે'
તેમણે જણાવ્યું કે 'મોદી માટે સૌથી મોટો પડકાર ભાજપ છે. મોદી પાર્ટીમાં છવાઇ જવા માગે છે. ભાજપ પર મોદીનું નિયંત્રણ થઇ ગયા બાદ ભારતીય જનતા પાર્ટીનું અસ્તિત્વ નહી રહે.'
સિબ્બલે જણાવ્યું કે 'ભાજપની પોતાની કોઇ વિચારધારા નથી. આવી સ્થિતિમાં તે ક્યા સુધી બની રહેશે તે તો સમય જ જણાવશે. યશવંત સિન્હા જેવા અનુભવી નેતાને બહાર રાખવાથી એ જ સંદેશ નિકળે છે કે જે નેતા પાર્ટીના સારા માટે લડતો હોય તેને ગણકારવામાં આવતો નથી.'
મોદીના સહયોગી અને ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અમિત શાહને મહાસચિવ બનાવવા પર સિબ્બલે જણાવ્યું કે 'જે વ્યક્તિને મહાસચિવ બનાવવામાં આવ્યો છે, તેની સામે ગંભીર આરોપ છે, તેની સામે ટ્રાયલ ચાલી રહી છે. અને તે જામિન પર બહાર છે. તેવી વ્યક્તિને સચિવ બનાવીને ભાજપા પોતાનું વિનાશ નોતરી રહી છે.'












Click it and Unblock the Notifications
