મનમોહન-શરીફની મુલાકાતને લઇને બીજેપીએ ઉઠાવ્યા સવાલ

સિન્હાએ એક ટેલિવિઝન ચેનલ પર સવાલ કરતા જણાવ્યું કે વર્ષ 2004 બાદ આ વર્ષોમાં પાકિસ્તાન મુંબઇ પર 26/11ના હુમલા સહિત સીમા પારથી આતંકવાદની ગતિવિધિયોમાં સામેલ રહ્યું છે. ત્યાર બાદ જમ્મૂ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર અમે તેમના વલણને જોયુ, જે સંપૂર્ણ રીતે આપત્તિજનક છે. માટે શું પાકિસ્તાનની સાથે શિખર સ્તરની વાર્તા માટે આ યોગ્ય સમય છે.
સિન્હાએ જણાવ્યું કે આતંકવાદ અને વાર્તા બંને એક સાથે ના ચાલી શકે. તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેઇના સમયમાં ભારત અને પાકિસ્તાનમાં આ સહમતિ બની હતી.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મનમોહન સિંહ બુધવારે અમેરિકા માટે રવાના થઇ ગયા છે. તેઓ નવાજ શરીફ સાથે 29 સપ્ટેમ્બરના રોજ ન્યૂયોર્કમાં મુલાકાત કરવાના છે. આ મુલાકાત પહેલા તેઓ વોશિંગ્ટનમાં અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સાથે 27 સપ્ટેમ્બરના રોજ બેઠક કરશે.












Click it and Unblock the Notifications
