For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BJPએ લોકસભા ચૂંટણી માટે 160 ડિજિટલ બેઠકો તારવી : રિપોર્ટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર : કોંગ્રેસ માટે માથાનો દુખાવો બને તેવી એક નવી વાત બહાર આવી છે. કોંગ્રેસન કટ્ટર હરીફ ભાજપે લોકસભાની 543 બેઠકોમાંથી લોકસભા ચૂંટણી 2014 માટે 160 ડિજિટલ બેઠકો તારવી છે. અહીં ડિજિટલનો અર્થ થાય છે કે ટેક સેવી એટલે કે જ્યાં વોટર્સને ટેકનોલોજીના માધ્યમથી આકર્ષી શકાય એમ છે. આ બાબતને એક અહેવાલ બિઝનેસ સ્ટાન્ડર્ડમાં પ્રકાશિત થયો છે.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ભાજપના આઇટી સેલનું માનવું છે કે આ અલગ તારવેલી 160 ડિજિટલ બેઠકોમાં ચૂંટણી પરિણામો પર વર્ચ્યુએલ વર્લ્ડ એટલે કે ઇન્ટરનેટ અને સોશિયલ નેટવર્ક પર જે ચર્ચા થાય તેની અસર પડી શકે છે. આ બેઠકોને અલગ તારવવા માટે ભાજપના આઇટી સેલ દ્વારા મોબાઇલ ફોન યુઝર્સ, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા લોકોની ઓળખ કરીને ક્યાસ કાઢવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રક્રિયા ખૂબ લાંબી હતી.

ક્યાં સૌથી વધારે પ્રભાવ

ક્યાં સૌથી વધારે પ્રભાવ


ભાજપના સર્વેક્ષણ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ગુજરાત, હિમાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, હરિયાણા, દિલ્હી અને પંજાબની તમામ બેઠકો પર ડિજિટલ મીડિયાનો પ્રભાવ પડશે.

ક્યાં સૌથી ઓછો પ્રભાવ

ક્યાં સૌથી ઓછો પ્રભાવ


જ્યારે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોની બેઠકો આ બાબતમાં ઇન્ટરનેટનો વધુ ઉપયોગ નહીં હોવાને કારણે પાછળ છે.

અહીં આશા ઓછી

અહીં આશા ઓછી


બીજી તરફ કેરળ અને તમિલનાડુમાં લોકો ઇન્ટરનેટનો ખૂબ ઉપયોગ કરે છે પરંતુ ભાજપ માટે ત્યાં સારા પરિણામની ખાસ આશા જોવામાં આવી રહી નથી. કારણ કે દક્ષિણ ભારતમાં ભાજપની વિચારધારાને અપનાવનારા ઓછા છે.

ઇન્ટરનેટના વધતા ઉપયોગની અસર

ઇન્ટરનેટના વધતા ઉપયોગની અસર


દેશમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારાઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો હોવાને કારણે આગામી લોકસભા ચૂંટણીઓમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા મહત્વની ભૂમિકા ભજવશે એ નક્કી છે

ટેકનોલોજીના ઉપયોગમાં કોંગ્રેસથી આગળ

ટેકનોલોજીના ઉપયોગમાં કોંગ્રેસથી આગળ


નોંધનીય બાબત એ છે કે ભાજપ ટેકનોલોજીના ઉપયોગમાં કોંગ્રેસ કરતા ઘણી આગળ છે. ભાજપે દરેક બાબતમાં ટેકસેવી મેથડ અપનાવી છે. ભાજપે પોતાના કાર્યકરોને ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે પ્રાચાર કરવા માટેની સૂચના આપી છે.

ભાજપમાં ભાષણ માટે નવી ટેકનોલોજી અમલી

ભાજપમાં ભાષણ માટે નવી ટેકનોલોજી અમલી


ભાજપે નેતાઓના ભાષણ મોબાઇલ પર ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા ગોઠવી લીધી છે જેથી કોઇ પણ વ્યક્તિ ગમે ત્યાંથી તેને સાભળી શકે છે. આ પ્રસાય નરેન્દ્ર મોદીની રેવાડી ખાતેની રેલીમાં શરૂ કરવામાં આવ્યો હતો.

English summary
BJP identifies 160 digital seats for the Lok Sabha polls: Report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X