ભાજપમાં પરત ફરશે યેદુયુરપ્પા, કેજીપીનું ભાજપમાં વિલિનીકરણ

Posted By:
Subscribe to Oneindia News

બેંગ્લોર, 3 જાન્યુઆરી: એક અઠવાડિયાના પ્રયત્નો બાદ બીએસ યેદુયુરપ્પા નીત કર્ણાટક જનતા પાર્ટી (કેજીપી)નું ભાજપ સાથે વિલિનીકરણનો આજે માર્ગ મોકળો થઇ ગયો છે કારણ કે બંને જ પાર્ટીઓએ એકીકરણની જાહેરાત કરી અને કહ્યું હતું કે બધી ઔપચારિકતાઓ ત્રણ-ચાર દિવસમાં પુરી કરી લેશે.

યેદુયુરપ્પા દ્વારા વિલયની બહુપ્રતિક્ષીત જાહેરાત ત્યારે થઇ જ્યારે કર્ણાટક ભાજપના નેતાઓના એક પ્રતિનિધિમંડળે તેમની સાથે મુલાકાત કરી અને તેમને ઔપચારિકતાઓના રૂપે પાર્ટીમાં પરત આવવા માટે આમંત્રિત કર્યા. આ સાથે જ બંને પાર્ટીઓનું એકસાથે આવવું નક્કી થઇ ગયું. યેદુયુરપ્પાએ કહ્યું કે 'અમે કેજીપીનું વિલય ભાજપ સાથે કરવાનો નિર્ણય કર્યો છે.' આ અવસર પર યેદુયુરપ્પાની સાથે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અનંત કુમાર પણ હતા. અનંત કુમારને યેદુયુરપ્પાના પ્રતિદ્વંદી માનવામાં આવે છે. આ અવસર પર પ્રદેશ પાર્ટી એકમના અધ્યક્ષ પ્રહલાદ જોશી પણ હાજર હતા.

ભાજપના કેન્દ્રિય નેતૃત્વના સૂત્રોનું કહેવું છે કે તેમની પાર્ટીમાં પુનરાવર્તન બિનશરતી છે અને તે આગામે લોકસભાની ચૂંટણીમાં ઉભા રહેશે. ભાજપે યેદુયુરપ્પાને પાર્ટીમાં વાપસી માટે ઔપચારિક આમંત્રણ આપતાં પહેલાં તેમની પાર્ટીએ કોર કમિટીની બેઠક બોલાવી હતી. ત્યારબાદ પાર્ટી નેતાઓને યેદુયુરપ્પાના ઘરે જઇને તેમને પાર્ટીમાં આવવા માટેનું આમંત્રણ આપ્યું હતું. યેદુયુરપ્પાએ એક વર્ષ પહેલાં પાર્ટી છોડીને કેજીપીનું નિર્માણ કર્યું હતું.

yeddyurappa-latest-602

યેદુયુરપ્પાએ નિમંત્રણ સ્વિકારવામાં કોઇ સમય બગાડ્યો ન હતો અને તેમને એમ કહેતાં વિલયના નિર્ણયની જાહેરાત કરી હતી કે 'બધી ઔપચારિકતાઓ ત્રણ-ચાર દિવસમાં પુરી કરી લેવામાં આવશે. અમે રાજ્યમાં લોકસભાની 28 સીટોમાંથી 20થી વધુ સીટ જીત મેળવવાનો પ્રયત્ન કરીશું. અનંત કુમારે કહ્યું હતું કે યેદુયુરપ્પાના નિર્ણયથી ભાજપની તાકાત 10 ગણી વધી ગઇ છે. આ સમાચારની જાણકારી પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહને આપવામાં આવી છે. તેમને પોતાની શુભેચ્છાઓ પાઠવી છે.

બંને પક્ષોના વિલયની દિશામાં પ્રયત્નોએ તાજેતરના એક અઠવાડિયામાં તેજી આવી હતી તથા યેદુયુરપ્પાએ સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે તેમનું ભાજપમાં પુનરાગમન માટે થોડો સમય બાકી છે. આ સાથે જ પ્રદેશ ભાજપના નેતાઓએ પાર્ટીના હાઇકમાન્ડે આ સંબંધમાં લીલીઝંડી આપી હતી. કોર કમિટીની બેઠક બાદ જોશીએ કહ્યું હતું કે 'યેદુયુરપ્પાનું પાર્ટીમાં પુનરાગમનને લઇને બધાની સહમતિ છે. કોઇ સમસ્યા નથી. પ્રદેશ એકમે એકમત થઇને નિર્ણય લીધો છે કે અમે લોકસભા ચૂંટણી મળીને લડીશું.'

English summary
Capping weeks of intensified efforts, decks were cleared on Thursday for the merger of B S Yeddyurappa-led Karnataka Janata Paksha with BJP, as both parties jointly announced their union declaring that they would complete all the formalities within three or four days.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.