Delhi Result: શરૂઆતી ટ્રેન્ડમાં અનુમાનથી સારું પ્રદર્શન કરી રહી છે BJP
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શરૂઆતી ટ્રેન્ડ સામે આવી રહ્યા છે. આ ચૂંટણી ટ્રેન્ડ એખ્ઝિટ પોલના દાવાઓથી અલગ જણાઈ રહ્યા છે. એક્ઝિટ પોલમાં દિલ્હીમાં ભાજપને માત મળતી જોવા મળી હતી. પરંતુ શરૂઆતી ટ્રેન્ડમાં અત્યાર સુધી ભાજપ સારું પ્રદર્શન કરતી દેખાઈ રહી છે. ભાજપ હાલ દિલ્હીમાં એક-તૃતિયાંશ સીટ પર આગળ દેખાઈ રહી છે. જો કે આમ આદમી પાર્ટી રૂઝાનોમાં ભાજપથી પણ ઘણી આગળ છે અને રૂજાનોમાં તેને બહુમત પણ મળી ચૂક્યું છે.
દિલ્હીમાં ચૂંટણી રૂઝાનોમાં ભાજપ હાલ સત્તાધારી આમ આદમી પાર્ટીથી તો ઘણી પાછળ ચાલી રહી છે, પરંતુ તે ઉમ્મીદોથી વધુ સારું પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. જેનાથી ઠીક ઉલટું આમ આદમી પાર્ટીએ ભારે બઢત તો બનાવેલી જણાઈ રહી છે, પરંતુ તેને એટલી સફળતા મળતી નથી દેખાતી જેટલી એક્ઝિટ પોલમાં સંભાવનાઓ જતાવાઈ હતી.
જો કે આ માત્ર શરૂઆતી રૂઝાન છે અને ચૂંટણી પરિણામ આવ્યા બાદ જ અસલી તસવીર સામે આવશે. દિલ્હીની 70 વિધાનસભા સીટો માટે ગયા શનિવારે વોટિંગ થયું હતું. 2015ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 67 સીટ પર જીતી હતી જ્યારે ભાજપના ખાતામાં માત્ર 3 સીટ જ આવી હતી.
પરિણામ પહેલા મનિષ સિસોદીયા- પાંચ વર્ષ અમે કામ કર્યું, જીતનો ભરોસો