દેશ પર શાસન કરવાના લાયક નથી ભાજપ: જસવંત સિંહ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 એપ્રિલ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માંથી રાજીનામું આપનાર નેતા જસવંત સિંહે પાર્ટી પર 'પસંદ કરેલા નેતાઓ'ની પાર્ટી હોવાનો આરોપ લગાવતાં કહ્યું હતું કે તેમણે લાગતું નથી કે ભાજપ દેશ પર શાસન કરવાના લાયક પણ છે કારણ કે તેનાં 'સામૂહિક નેતૃત્વ'નો અભાવ છે.

અટલ બિહાર વાજપાઇ નીત એનડીએમાં વિદેશ મંત્રી રહી ચૂકેલા જસવંત સિંહે બાડમેરમાં કહ્યું હતું કે પાર્ટીમાં હવે કોઇ સામૂહિક નેતૃત્વ નથી, હું જાણતો નથી કે જનતા આજની તારીખમાં ભાજપમાં દેશ પર શાસન કરવાનો દમ છે. જસવંત સિંહ બાડમેરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે.

તેમણે કહ્યું હતું કે ભાજપમાં મુઠ્ઠીભર લોકો બધા મહત્વના નિર્ણયો લઇ રહ્યાં છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે વરિષ્ઠ નેતાઓને નજર અંદાજ કરવામાં આવી રહ્યાં છે. રાજસ્થાનના બાડમેરથી અપક્ષ ઉમેદવારના રૂપમાં ઉતરવાના નિર્ણયના લીધે ભાજપે 26 માર્ચના રોજ જસવંત સિંહ (76)ને પાર્ટીમાંથી કાઢી મુક્યા હતા. તેમણે કહ્યું હતું કે તેમને વાજપાઇ યુગ ફક્ત ભાવનાત્મક કારણોથી નહી, પરંતુ તે તથ્યના લીધે પણ આવી રહી છે કે ત્યારે મુઠ્ઠીભર લોકો નિર્ણય લેતા ન હતા.

jaswant-singh

તેમને પૂછવામાં આવ્યું હતું કે ભાજપ એક એવા નેતૃત્વનો સંકેત આપી રહ્યો છે જ્યાં નવા લોકોની સામે લાવવા માટે ઉંમરલાયક અને વરિષ્ઠોને સાઇડલાઇન કરવામાં આવે છે? તેમણે કહ્યું હતું કે 'હું કહેવા માંગીશ કે ભાજપમાં એવું કોણ છે જે મને પતાવવા માંગે છે? કોણ એવા સંકેત આપી રહ્યું છે? આ પ્રકારના પ્રશ્નો વારંવાર ઉદભવે છે. આ એક એવો પ્રશ્ન છે જેનો કોઇ જવાબ નથી.

English summary
Expelled leader Jaswant Singh slammed the BJP for becoming a party of "individual leaders" and said he was "not sure if the BJP is fit to govern" India since "there was no collective leadership."
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X