ભાજપ કોઇ પણ રાજકીય પક્ષ સાથે યુતિ માટે તૈયાર

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 મે : ભારતીય જનતા પાર્ટી માટે સોનેરી દિવસો આવી રહ્યા છે. હવે પાર્ટી એ કહેવા માટે સમર્થ થઇ ગઇ છે કે દેશની જે પાર્ટી સુશાસનની સાથે ચાલવા માટે ભાજપને સમર્થન આપવા માંગે છે તેમના માટે પાર્ટીના દરવાજા હંમેશા ખુલ્લા છે.

આ અંગે પાર્ટીના પ્રવક્તા પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે ભાજપ કોઇની પણ સાથે મતભેદ કરવા માટે તૈયાર નથી. ચૂંટણીના વાસ્તવિક પરિણામમાં અમને ચૂંટણીના સર્વેક્ષણના આકલનથી વધારે બેઠકો મળશે. જેના કારણે અમને પૂર્ણ બહુમત મળશે. આમ છતાં રાષ્ટ્રીય વિકાસને જોતા દેશહિતમાં જે પણ દળ એનડીએનું સમર્થન કરવા માંગે છે તેમનું સ્વાગત છે.

bjp-logo

આ દરમિયાન ભાજપની અન્નાદ્રમુક અને બીજદની સાથે વાતચીત કરવાની અને એનડીએ સાથે તેમના સમર્થનની સંભાવના અંગે અટકળો વધારે તેજ બની છે.

જાવડેકરે જણાવ્યું કે તમામ દળ નવી વાસ્તવિકતાઓને અનુરૂપ પોતાનું વલણ નવે સરથી નિર્ધારિત કરી રહ્યા છે. જે અંગે ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ ઇનકાર કરી રહ્યા છે. આ એક સામાન્ય ચૂંટણી પ્રક્રિયા છે. અમે તમામને સાથે લઇને આગળ વધવા માંગીએ છીએ.

ભાજપના નેતાઓનું માનવું છે કે દેશ સ્થિર અને કામ કરવાની સરકાર ચાલે છે. એનડીએ યુતિ 300થી વધારે બેઠકો મેળવીને સરકાર બનાવશે. ભાજપ ઉપાધ્યક્ષ મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે સમગ્ર દેશ ઇચ્છે છે કે સ્થિર અને કામ કરવાવાળી સરકાર બનાવશે.

ગઠબંધન અંગે પૂછવામાં આવતા નકવી જણાવ્યું કે ભાજપે પ્રવેશ નિષેધનું બોર્ડ લગાવ્યું નથી. અને યુતિ માટે દરવાજા ખુલ્લા છે. તેમણે જણાવ્યું કે જેઓ સમર્થન કરવા માંગે છે. તે વાસ્તવમાં કરે છે. અમે સારું સુશાસન આપવા માંગીએ છીએ.

English summary
BJP is open to alliance with any political party
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X