રમેશ બિધુરીની ગાળોના જવાબમાં રાહુલ ગાંધીના આકરા પ્રહાર, કહ્યું- બીજેપી જાતિ ગણતરી રોકવા ગેમ રમી રહી છે

ઈન્ડિયા ગઠબંધનના કારણે આવનારી ચૂંટણીમાં હાર ભાળી ગયેલી બીજેપીના નેતાઓ હવે સ્તરથી નીચે ઉતરીને સંસદમાં વિપક્ષી સાંસદો સાથે ગાળાગાળી કરવા પર ઉતરી આવ્યા છે. બીજેપી સાંસદ રમેશ બિધુરીના બકવાસ પર રાહુલ ગાંધીનું નિવેદન આવ્યુ છે.

કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ બીજેપી પર મોટો આરોપ લગાવ્યો અને કહ્યું કે, રમેશ બિધુરી દ્વારા લોકસભામાં કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી એ બીજેપી માટે જાતિ ગણતરીના વિચારથી લોકોનું ધ્યાન હટાવવાનો બીજો રસ્તો છે.

Rahul Gandhi

રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે તમે જે જોઈ રહ્યા છો તે બિધુરી અને પછી અચાનક આ નિશિકાંત દુબે, આ બધું બીજેપી જાતિ ગણતરીના વિચાર પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, લોકોને વાસ્તવિક મુદ્દાથી ભટકાવવા બીજેપી નેતાઓ આવા નિવેદનો આપી રહ્યા છે અને એક રાષ્ટ્ર એક ચૂંટણીની વકિલાત કરી રહ્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, આ બધી બાબતો વિચલિત કરવા માટે છે. અમે આ સમજીએ છીએ અને અમે તેમને આવું કરવા નહીં દઈએ. તેમણે આ વર્ષના અંતમાં યોજાનારી ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે. આ ક્ષણે અમે સંભવતઃ તેલંગાણા જીતી રહ્યા છીએ, ચોક્કસપણે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ જીતી રહ્યા છીએ અને રાજસ્થાનમાં ખૂબ નજીક છીએ.

જણાવી દઈએ કે, બીજેપી સાંસદ રમેશ બિધુરીએ BSP સાંસદ દાનિશ અલી સાથે સંસદમાં ગાળાગાળી કરી હતી. તેમને સંસદમાં ગાળાગાળી કરી તે પહેલી ઘટના હશે. અહીં તેમણે દાનિશ અલીને ઉગ્રવાદી અને આતંકવાદી પણ કહ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X