ભાજપનો ચૂંટણી નારો, ‘આ વખતે મોદી સરકાર’
નવી દિલ્હી, 7 માર્ચઃ ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં લોકસભા ચૂંટણી માટેની તારીખો જાહેર કરી દીધી છે. સાત એપ્રિલથી 12 મે સુધી દેશભરમાં મતદાન થશે અને 16 મેના રોજ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. 16 મેના રોજ એ વાત જાહેર થઇ જશે કે દેશના આગામી વડાપ્રધાન કોણ બનશે. ચૂંટણીને લઇને દેશની ટોચની પાર્ટીઓ દ્વારા પોતાની રણનીતિઓ તૈયાર કરવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે પોતાનો નારો લોન્ચ કર્યો છે. આ નારો છે, આ વખતે મોદી સરકાર.

આ પહેલા ભાજપમાં જ્યારે અટલ બિહારી વાજપાયીને વડાપ્રધાન પદના ઉમેદવાર હતા ત્યારે પાર્ટીએ નારો આપ્યો હતો કે ‘બારી બારી સબકી બારી, અબકી બારી અટલ બિહારી'. આ નારો ઘણો જ લોકપ્રીય થયો હતો. ઓપીનિયન પોલ અનુસાર મોદી વડાપ્રધાન પદ માટે સૌથી ચર્ચિત અને લોકપ્રીય ઉમેદવાર છે, તેમના દ્વારા ગુજરાતમાં જે કાર્યો કરવામાં આવ્યા છે તે સરાહના કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
