કર્ણાટકઃ આદિવાસી મહિલાને નિર્વસ્ત્ર કરવાના આરોપમાં ભાજપ નેતા સહિત 9 પર નોંધાયો કેસ
બેલથાંગડીઃ કેરળની બેલથાંગડી પોલિસે આદિવાસી સમાજની એક મહિલાને નિર્વસ્ત્ર કરવા અમે મારપીટ કરવાના આરોપમાં એક ભાજપ નેતા સહિત 9 લોકો સામે કેસ નોંધ્યો છે. આરોપીઓની ઓળખ સંદીપ, સંતોષ, લોકૈયા, ગુલાબી, કુસુમા, સુગુના, અનિલ, લલિતા અને ચેન્નાકેશવ તરીકે થઈ છે. દક્ષિણ કન્નડ જિલ્લાના બેલથાંગડી તાલુકાના ગુરીપલ્લા ગામમાં 19 એપ્રિલે ઘણા ગ્રામીણો સામે આ જધન્ય ઘટના બની.
પોલિસના જણાવ્યા મુજબ પીડિત મહિલા તરફથી 94સી હેઠળ દાખલ આવેદન બાદ રાજસ્વ અધિકારી સરકારી જમીનનો સર્વે કરવા ગામમાં પહોંચ્યા તો શંકાસ્પદોએ હોબાળો કર્યો. તેમણે સર્વેયરોને કામ છોડવા માટે મજબૂર કર્યા અને હુમલો કર્યો. બેલથાંગડી પોલિસે કેસ નોંધી લીધો છે અને આની તપાસ કરી રહી છે.
આ દરમિયાન ધર્મ સ્થળ પાસે એક આદિવાસી મહિલા પર થઈ રહેલા અત્યાચાર પર નારાજગી વ્યક્ત કરીને પૂર્વ મંત્રી બીટી લલિતા નાઈકે જાણવા માંગ્યુ કે ધર્મ સ્થળના ધર્માધિકારી વીરેન્દ્ર હેગડે જધન્ય ગુના પર ચૂપ કેમ છે. તેમણે મૈસૂરમાં પત્રકારોને કહ્યુ, 'શું ધર્મસ્થળ અને તિરુપતિ જેવા તીર્થ સ્થળ માત્ર માથુ મુંડાવવા અને દાન/પ્રસાદ મેળવવા માટે હાજર છે? તેમણે આવી ઘટનાઓના પીડિતોને સાંત્વના આપીને લઘુત્તમ શિષ્ટાચારનો વિસ્તાર કરવો જોઈએ.' આ ઉપરાંત તેમણે આરોપ લગાવ્યો કે આ દૂર્ભાગ્યપૂર્ણ છે કે સરકાર શ્રીરામ સેના અને બજરંગ દળથી સંગઠન ચલાવી રહ્યા છે.