ભેંસ ભાગોળે અને છાસ વાગોળે, ભાજપ નેતાએ કહ્યું- હું બનીશ હરિયાણાનો મુખ્યમંત્રી
Haryana Election Result 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે મતગણતરી કરવામાં આવી રહી છે. જેમાં ભારતીય જનતા પાર્ટી 45 બેઠકો પર આગળ ચાલી રહી છે. આ સાથે ભાજપે ત્રણ બેઠક જીતી લીધી છે.
જે સામે કોંગ્રેસ 34 બેઠકો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસે પણ ત્રણ બેઠકો પર કબ્જો કરી લીધો છે. જ્યારે માત્ર 3 બેઠકો પર અન્ય પક્ષ આગળ છે.
હરિયાણામાં ટેબલો પલટાઈ રહ્યા હોય તેમ લાગે છે. કુલ 90 બેઠકોના ટ્રેન્ડમાં ભાજપ બહુમતીના આંકડા સુધી પહોંચી ગયો છે.
ભાજપ 45 સીટો પર આગળ છે અને ત્રણ જીતી લીધી છે, એટલે કે તેનો આંક 48 છે, જે સ્પષ્ટ બહુમતિ માટે પર્યાપ્ત છે.
જ્યારે કોંગ્રેસ 34 સીટો પર આગળ છે, અને ત્રણ બેઠકો જીતી છે. જેથી તેનો કુલ આંક 37 સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં પરિણામના બદલાતા ચિત્ર પર ભાજપના દિગ્ગજ નેતા અનિલ વિજનું નિવેદન સામે આવ્યું છે.

મતગણતરી વચ્ચે અનિલ વિજે જણાવ્યું છે કે, ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે. આ માત્ર પ્રથમ રાઉન્ડ છે. પહેલા માત્ર સ્કેનિંગ કરવામાં આવ્યું છે, તેથી જ તેઓ 70 બતાવી રહ્યા છે, આવું થતું નથી. બીજો રાઉન્ડ પૂરો થતાં જ અમે આગળ નીકળી ગયા. હરિયાણામાં ભાજપની સરકાર બનાવવા જઈ રહી છે.
અંબાલા કેન્ટ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અનિલ વિજે જણાવ્યું હતું કે, અમે વિચાર્યું હતું તે પ્રમાણે પરિણામો આવી રહ્યા છે, હરિયાણાના લોકો કોંગ્રેસને સારો પાઠ ભણાવતા હોય તેવું લાગી રહ્યું છે.
આ સાથે તેમણે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસની અંદર એવા લોકો છે, જેઓ હુડાને હારતા જોવા માંગતા હતા અને તેઓ ફટાકડા ફોડી રહ્યા હતા.
અનિલ વિજે જણાવ્યું હતું કે, ભાજપ નેતૃત્વ કરી રહ્યું છે, અને કોંગ્રેસ ઉજવણી કરી રહ્યા છે. કારણ કે, કોંગ્રેસ પાર્ટીમાં ઘણા લોકો ઇચ્છે છે કે, ભૂપિન્દર સિંહ હુડ્ડા ચૂંટણી હારી જાય. હું જનતાનો જનાદેશ સ્વીકારીશ. જો હાઈકમાન્ડ ઈચ્છે તો હું મુખ્યમંત્રી બનીશ.
અનિલ વિજે જણાવ્યું હતું કે, મને લાગે છે કે જનતાનો નિર્ણય યોગ્ય રહેશે. કોંગ્રેસ નફરતની રાજનીતિ કરે છે. તેઓ પ્રેમની દુકાનમાંથી નફરતનો સામાન વેચે છે.












Click it and Unblock the Notifications
