ફુલપુરમાં ભાજપા નેતાની ગોળી મારી હત્યા
ઉત્તરપ્રદેશ ફુલપુર માં ભાજપા નેતાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર ભાજપા નેતા પવન કેસરીને કેટલાક લોકોએ ગોળી મારી દીધી છે.
ઉત્તરપ્રદેશ ફુલપુર માં ભાજપા નેતાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર ભાજપા નેતા પવન કેસરીને કેટલાક લોકોએ ગોળી મારી દીધી છે, ત્યારપછી તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. જ્યાં તેમની મૌત થયી. પોલીસે આ મામલે ત્રણ લોકોની અટક પણ કરી છે અને તેમની પૂછપરછ કરી રહી છે. પવન ફુલપુર નગર પંચાયત સદસ્ય હતા. ગોળી વાગ્યા પછી તેમને સ્વરૂપ રાની હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. જ્યાં ડોક્ટરો ઘ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.

પોલીસે પવન કુમારના શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. જે ત્રણ લોકોની પોલીસે આખા મામલે અટક કરી છે તેમને પોતાને આ ઘટનાથી વિશે કોઈ જ માહિતી નથી એવું જણાવ્યું. પવન કુમારને ત્યારે ગોળી મારવામાં આવી જયારે તેઓ પોતાના એક મિત્રને છોડવા જઈ રહ્યા હતા. આ ઘટના મંગળવારે રાત્રે 9 વાગ્યે થયી હતી. પવન કુમાર તેમના એક મિત્રને નજીકના ગામમાં સ્કુટી ઘ્વારા છોડવા જઈ રહ્યા હતા, તે સમયે કેટલાક લોકોએ તેમના પર ગોળીઓ ચલાવી.
જાણકારી અનુસાર પવન કેસરીને એક ગોળી છાતીમાં વાગી, એક ગોળી કાન પાસે વાગી, જેના કારણે તેમની મૌત થયી. ઘટના પછી પવનનો મિત્ર પણ ગાયબ છે. પોલીસ પવનના મિત્રના પરિવાર અને આસપાસ લોકો સાથે પૂછપરછ કરી રહી છે. પરંતુ હજુ સુધી હત્યા કરવાનું કારણ ખબર પડી નથી. પોલીસ આખા મામલે જાંચ કરી રહી છે.












Click it and Unblock the Notifications
