For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકની પેટાચૂંટણીમાં હાર બાદ ભાજપ ટેન્શનમાં, 282થી ઘટીને આટલી થઈ લોકસભા સીટ

કર્ણાટકમાં હાર બાદ 282થી ઘટીને આટલી થઈ ભાજપની સીટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કર્ણાટકમાં ત્રણ લોકસભા અને બે વિધાનસભા સીટ માટે થયેલ પેટાચૂંટણીમાં ભાજપે આકરી હારનો સમનો કરવો પડ્યો છે. આ પાંચ સીટમાંથી ભાજપને માત્ર એક લોકસભા સીટ પર જ જીત મળી છે, જ્યારે બાકીની ચારેય સીટ પર જેડીએસ+કોંગ્રેસ ગઠબંધને કબ્જો જમાવ્યો છે. કર્ણાટક પેટાચૂંટણીમાં પાર્ટીના દિગ્ગજ નેતા શ્રીરામલૂની સીટ પણ ભાજપ ન બચાવી શક્યું અને તેમણે હારનો સામનો કરવો પડ્યો. 2014ની લોકસભા ચૂંટણી બાદ થયેલ પેટાચૂંટણીમાં અત્યાર સુધી ભાજપનું પ્રદર્શન બકવાસ રહ્યું અને પાર્ટીને મળેલ 282 સીટોની સંખ્યા સતત ઘટવા લાગી છે.

282થી ઘટીને 272 પર પહોંચ્યું ભાજપ

282થી ઘટીને 272 પર પહોંચ્યું ભાજપ

કર્ણાટકમાં ત્રણ લોકસભા સીટ- શિમોગા, મંડ્યા અને બેલ્લારીમાં પેટાચૂંટણી ઈ હતી. જેમાંથી શિમોગા અને બેલ્લારી સીટ પર ભાજપનો કબ્જો હતો, જ્યારે મંડ્યા સીટ જેડીએસના ખાતામાં હતી. પેટાચૂંટણીના પરિણામોમાં ભાજપ માત્ર શિમોગા સીટ જ બચાવી શક્યું, જ્યાંથી પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાના દીકરા બીવાઈ રઘવેન્દ્ર યેદિયુરપ્પા ચૂંટણી લડ્યા હતા. કોંગ્રેસ+જેડીએસ ગઠબંધને માત્ર મંડ્યા સીટ પર જીત જ હાંસલ નથી કરી બલકે ભાજપના ખાતામાંથી બેલ્લારી સીટ પણ છીનવી લીધી. આ હારની સાથે જ લોકસભામાં ભાજપના સાંસદોની સંખ્યા 282થી ઘટીને 272 થઈ ગઈ છે.

ભાજપ અત્યાર સુધીમાં કઈ-કઈ સીટ ગુમાવી ચૂક્યું છે

ભાજપ અત્યાર સુધીમાં કઈ-કઈ સીટ ગુમાવી ચૂક્યું છે

તાજેતમાં જ યુપીમાં થયેલ પેટાચૂંટણીમાં ભાજપે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગઢ ગોરખપુર, ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની લોકસભા સીટ ફૂલપુર અને કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલ સાંસદ હુકુમ સિંહની સીટ કૈરાના પર હારનો સામનો કરવો પડ્યો હતો. યુપી ઉપરાંત મહારાષ્ટ્રની ભંડારા ગોંદિયા લોકસભા સીટ, રાજસ્થાનની અલવર અને અજમેર લોકસભા સીટ પણ ભાજપ હારી ચૂક્યું છે. જણાવી દઈએ કે 2014 લોકસભા ચૂંટણી બાદ કુલ 30 લોકસભા સીટ પર પેટાચૂંટણી થઈ છે.

પેટાચૂંટણીમાં નબળું પ્રદર્શન બન્યું ટેન્શન

પેટાચૂંટણીમાં નબળું પ્રદર્શન બન્યું ટેન્શન

જણાવી દઈએ કે 2019 લોકસભા ચૂંટણી પહેલા દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થનાર છે. જેમાંથી મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને સત્તાનું સેમિફાયનલ માનવામાં આવી રહ્યું છે. આ ત્રણેય રાજ્યોમાં હાલ ભાજપની સરકાર છે અને પાર્ટી પોતાની સત્તા ટકાવી રાખવા માટે એડી-ચોટીનું જોર લગાવી રહી છે. બીજી બાજુ કોંગ્રેસ પણ આ ત્રણેય રાજ્યોમાં વાપસી માટે ભારે પ્રયત્નો કરી રહી છે. એવામાં પેટાચૂંટણીમાં ભાજપની સતત હાર ચિંતાનો વિષય બન્યો છે.

તામિલનાડુ પેટાચૂંટણીમાં કમલ હાસનની પાર્ટી 20 સીટો પર ચૂંટણી લડશેતામિલનાડુ પેટાચૂંટણીમાં કમલ હાસનની પાર્ટી 20 સીટો પર ચૂંટણી લડશે

English summary
BJP Lok Sabha Seats After Defeat in Karnataka Bypolls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X