For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સર્વે: દિલ્હી, ઝારખંડ અને જમ્મૂ-કાશ્મીરમાં વાગશે મોદીનો ડંકો!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 નવેમ્બર: ચૂંટણીના પ્રવેશદ્વાર પર ઉભેલા ઝારખંડ, જમ્મૂ-કાશ્મીર અને દિલ્હીનો ચૂંટણી સર્વે ભાજપ માટે રાહતના સમાચાર લઇને આવ્યો છે. સી-વોટર અને ઇન્ડિયા ટીવીના તાજા સર્વે અનુસાર આ રાજ્યો પણ મોદીનો ડંકો વાગશે. સર્વે અનુસાર જ્યાં દિલ્હીમાં ભાજપ પોતાના દમ પર સરકાર બનાવી લેશે, તો બીજી તરફ ઝારખંડમાં બહુમતિથી દૂર, પરંતુ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે.

સવે અનુસાર જમ્મૂ-કાશ્મીરમાં પણ ભાજપ જોરદાર સફળતા પ્રાપ્ત કરી શકે છે. અહીં ત્રિશંકુ વિધાનસભાના અણસાર છે અને ભાજપ બીજી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે.

narendra-modi

દિલ્હી
સી-વોટર અને ઇન્ડિયા ટીવીના સર્વે અનુસાર દિલ્હીમાં નરેન્દ્ર મોદીનો જાદૂ માથે ચઢીને બોલી રહ્યો છે. અહીં ભાજપ પોતાના દમ બહુમતિ પ્રાપ્ત કરી લેશે. ભાજપને બહુમતિથી એક સીટ વધુ એટલે 37 સીટો મળવાનું અનુમાન છે. ભાજપને દિલ્હીની 44 ટકા જનતા વોટ આપશે.

આમ આદમી પાર્ટી માટે પરેશાનીની વાત એ છે કે તેની સીટો ઘટીને 26 પર પહોંચી શકે છે. તેને દિલ્હીની 37 ટકા જનતા વોટ આપવાના મૂડમાં છે.

કોંગ્રેસની સીટો પણ ઘટવાના અણસાર છે. તેને ફક્ત 6 સીટો પર જ સંતોષ કરવો પડશે. કોંગ્રેસને ફક્ત 11 ટકા વોટ મળવાના અણસાર છે.

તમને જણાવી દઇએ કે દિલ્હીની ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 32, આપને 28, કોંગ્રેસને 8 અને અન્યના ખાતામાં 2 સીટો ગઇ હતી. દિલ્હીમાં વિધાનસભાની 70 સીટો છે.

કેજરીવાલ ધકેલાયા
જ્યારે દિલ્હીની જનતાને પૂછવમાં આવ્યું કે અહીં સૌથી લોકપ્રિય નેતા કોણ છે તો મોદીની સામે કેજરીવાલ ખૂબ પાછળ રહ્યા. જ્યાં 57 ટકા જનતાએ નરેન્દ્ર મોદીને દિલ્હીના સૌથી લોકપ્રિય નેતા ગણાવ્યા તો ફક્ત 34 ટકાએ જ અરવિંદ કેજરીવાલને આ ઉપાધિની નવાજ્યા.

ઝારખંડ
સી-વોટર અને ઇન્ડિયા ટીવીના સર્વે અનુસાર ઝારખંડમાં પણ મોદીનો જાદૂ ચાલશે, પરંતુ એવું નથી કે ભાજપને બહુમત અપાવી શકે.

સર્વે અનુસાર ઝારખંડમાં ત્રિશંકુ વિધાનસભાના અણસાર છે અને ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવશે. ભાજપ 32 ટકા વોટો સાથે 29-35 સીટો પર પોતાનો કબજો જમાવી શકે છે. સત્તાધારી ઝારખંડ મુક્તિ મોરચાનું જવું નક્કી છે અને તે 19 ટકા વોટ સાથે 17-23 સીટો પર જીત નોંધાવી શકે છે. કોંગ્રેસની સ્થિતિ અહીંપણ દયનીય છે. તેના ખોળામાં 7-13 સીટો જઇ શકે છે. તેને ફક્ત 13 ટકા જનતા પોતાનો મત આપવા માંગે છે. બાબુ લાલ મારંડીની જેવીએમ 12 ટકા વોટ સાથે 6-12 સીટો જીતવાનું અનુમાન છે. અન્યના ખાતામાં 7-13 સીટો જઇ શકે છે.

તમને જણાવી દઇએ કે 81 સીટોવાળી ઝારખંડ વિધાનસભામાં અત્યારે સત્તાધારી જેએમએમની 18, કોંગ્રેસની 13, ભાજપની 18, જેવીએમની 11, આરજેડીની 5, એજીસયૂની 6, જેડીયૂની 2 સીટો છે. અન્યના ખાતામાં 8 સીટો છે.

જમ્મૂ અને કાશ્મીર
સી-વોટર અને ઇન્ડિયા ટીવીના સર્વે અનુસાર જમ્મૂ-કાશ્મીરમાં પણ મોદી પોતાનો દબદબો જમાવી શકે છે અને અહીં ભાજપ જોરદાર જીત પ્રાપ્ત કરી શકે છે. નેશનલ કોંફ્રેંસ, કોંગ્રેસ અને પીડીપીના આ ગઢમાં ભાજપ બીજી સૌથી મોતી પાર્ટી તરીકે પણ સામે આવી શકે છે. જો કે, વોટની ટકાવારીના મુદ્દે તેને સૌથી વધુ 34 ટકા વોટ મળશે.

સર્વે અનુસાર પીડીપી જમ્મૂ-કાશ્મીરમાં સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવી શકે છે અને તે 25 ટકા વોટ સાથે 27-33 સીટો પર પોતાનો પરચમ લહેરાવી શકે છે. ભાજપ 34 ટકા વોટ સાથે 23-29 સીટો પર જીત નોંધાવી શકે છે.

સત્તાધારી નેશનલ કોંફ્રેંસની સ્થિતિ નબળી છે. તેને સૌથી ઓછા 11 ટકા વોટ મળવાના અણસાર છે અને આ પાર્ટી 10-16 સીટો પર સમેટાઇ જશે. કોંગ્રેસ માટે અહીં પણ નિરાશાજનક સ્થિતી છે. કોંગ્રેસ 15 ટકા વોટ સાથે 6-12 સીટો પર જીતનો જશ્ન મનાવી શકશે.

અન્યના ખાતામાં 6-12 સીટો જઇ શકે છે
તમને જણાવી દઇએ કે 87 સીટોવાળી જમ્મૂ-કાશ્મીર વિધાનસભામાં અત્યારે સત્તાધારી નેશનલ કોંફ્રેંસની 28, પીડીપીની 21, કોંગ્રેસની 17 અને ભાજપની 11 સીટો છે. અન્યના ખાતામાં 10 સીટો છે.

English summary
BJP may fall short of majority in Jharkhand, while the opposition People's Democratic Party is projected to emerge as a single-largest party in Jammu and Kashmir, a pre-poll survey has projected.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X