Karnataka Election : કર્ણાટકના બીજેપી ધારાસભ્ય પર ભગવાન રામનું અપમાન કરવાનો આરોપ, જાણો શું છે પુરો વિવાદ?

કર્ણાટક ભાજપના એક ધારાસભ્ય પર ભગવાન રામની પ્રતિમાનું અપમાન કરવાનો આરોપ લાગ્યો છે. વિગતો અનુસાર, રામનવમીના દિવસે ભાજપના ધારાસભ્ય રામની મૂર્તિ સાથે ફોટો લેવા તસવીર પર ચડ્યા હતા. અહીં તેઓ એક નેતાની સ્ટાઈલમાં ફોટોગ્રાફ્સ ક્લિક કરવા હાથ જોડીને ઉભા રહ્યા હતા. હવે ચૂંટણી આવી રહી છે ત્યારે આ કૃત્યને લઈને વિવાદ શરૂ થયો છે. કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ માટે રામ માત્ર ચૂંટણી ભક્તિનો વિષય છે. બીજેપી ધારાસભ્ય શરણુ સલગર કર્ણાટકના બિદર જિલ્લામાં બસવકલ્યાણ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
કર્ણાટકના બિદર જિલ્લાના બસવકલ્યાણ વિધાનસભા મતવિસ્તારના બીજેપી ધારાસભ્ય શરણુ સાલાગર પર આરોપ છે કે, તેમણે મર્યાદા પુરષોતમ ભગવાન રામની પ્રતિમાની ગરિમાનું અપમાન કર્યુ. હવે આ ઘટનાના કેટલાક વીડિયો પર વાયરલ થઈ રહ્યા છે. વીડિયો ધાસાસભ્ય મુર્તી સાથે જોવા મળી કહ્યા છે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા હવે આ કૃત્યની ટીકા થઈ રહી છે. આ અંગે કેટલાક રામ ભક્તો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. અહીં કોંગ્રેસે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી પર રાજકીય રીતે નિશાન સાધ્યું છે. મુખ્ય વિપક્ષી પાર્ટીએ આ મુદ્દે ભાજપના હિંદુત્વના દાવા અને ચૂંટણીના વાતાવરણને ધ્યાનમાં રાખીને ભગવાન રામ પ્રત્યેની તેની ભક્તિ પર સવાલો ઉઠાવ્યા છે.
ರಾಮ ಮೂರ್ತಿಯ ಮೇಲೆಯೇ ಕಾಲಿಟ್ಟ ಬಿಜೆಪಿ ಶಾಸಕ ಶರಣು ಸಲಗರ ಅವರ ರಾಮಭಕ್ತಿ ಹೀಗಿದೆ!@BJP4Karnataka ಗೆ 'ರಾಮ' ಎಂದರೆ ಚುನಾವಣಾ ರಾಜಕೀಯದ ಸರಕು ಹೊರತು ನೈಜ ಭಕ್ತಿಯಲ್ಲ.
— Karnataka Congress (@INCKarnataka) March 31, 2023
ಬಿಜೆಪಿಯ ಭಯಂಕರ ಧರ್ಮರಕ್ಷಕರಾದ @CTRavi_BJP @ShobhaBJP @Tejasvi_Surya @nalinkateel ಅವರುಗಳು ರಾಮನಿಗಾದ ಈ ಅಪಚಾರದ ಬಗ್ಗೆ ಬಾಯಿ ಬಿಡುತ್ತಿಲ್ಲವೇಕೆ? pic.twitter.com/C1nw05G7JU
કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, ભગવાન રામ બીજેપી માટે માત્ર એક ચૂંટણીની વસ્તુ છે, તેને તેમની વાસ્તવિક ભક્તિ સાથે કોઈ લેવાદેવા નથી. જો કે ધારાસભ્ય સાલાગરે પોતાની આ હરકતનો બચાવ કરતા કહ્યું છે કે, તેમણે પાર્ટી કાર્યકર્તાઓની વિનંતી પર આમ કર્યું હતું અને પ્રતિમા પર પગ મૂકવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો.












Click it and Unblock the Notifications
