હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા

હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા

લખનઉઃ ઉત્તર પ્રદેશની લખીમપુર સદર સીટથી ભાજપ પાર્ટીના ધારાસભ્ય યોગેશ વર્મા પર હોળી રમતી વખતે હુમલો થયો. યોગેશ વર્મા જે સમયે પાર્ટી ઓફિસમાં હોળી રમી રહ્યા હતા ત્યારે તેમના પગ પર કોઈએ ગોળી મારી હતી. જે બાદ તેમને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે. એસપી લખીમપુર પૂનમે જણાવ્યું કે વર્માના પગમાં ગોળી લાગી છે. હોસ્પિટલમાં તેમનો ઈલાજ થઈ રહ્યો છે.

હોસ્પિટલમાં સુરક્ષા વધારી દેવાઈ

હોસ્પિટલમાં સુરક્ષા વધારી દેવાઈ

યોગેશ વર્મા લખીમપુર સદરથી ભાજપના ધારાસભ્ય છે. ઘટના બપોર બાદ બની, જ્યારે પાર્ટી ઑફિસમાં હોળીનું જશ્ન ચાલી રહ્યું હતું. ગોળી કોણે ચલાવી તે અંગે હજુ સુધી માલુમ નથી પડ્યું. ધારાસભ્ય તુલસી હોસ્પિટલમાં દાખલ છે, પોલીસે આ મામલે કેસ નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ અધીક્ષક પૂનમે હોસ્પિટલની સુરક્ષા વધારી દીધી છે. ડીએમ એસપી સહિત કેટલાય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

ડીએમએ જણાવ્યું- વિવાદ બાદ ગોળી મારી

લખીમપુરના ડીએમ એસ સિંહે જણાવ્યું કે કેટલાક લોકો સાથે ધારાસભ્ય યોગેશ વર્મા વાતચીત કરી રહ્યા હતા, ત્યારે જ કોઈ જોડે તેમનો વિવાદ થયો અને વાત એટલી આગળ નીકળી ગઈ કે આરોપીએ ધારાસભ્ય પર ગોળી ચલાવી દીધી. ધારાસભ્યની હાલત ખતરાથી બહાર છે પરંતુ સદમામાં હોવાથી તેઓ નિવેદન નથી આપી શકતા.

ડીજીપીએ ધારાસભ્યના ગનરને સસ્પેન્ડ કર્યો

ડીજીપીએ ધારાસભ્યના ગનરને સસ્પેન્ડ કર્યો

ધારાસભ્યના ગનરને ડીજીપીએ સસ્પેન્ડ કરી દીધો છે અને આઈજી રેન્જ લખનઉને તુરંત ખીરી પહોંચવા આદેશ આપ્યો છે. જાણકારી મુજબ ધારાસભ્ય પર હુમલો કરનારમાં એક ખનિન માફિયાની ગેંગનું નામ સામે આવ્યું છે, જો કે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X