બિહારમાં ભાજપ દ્વારા વિરોધ વાંચો આજના ખાસ સમાચાર

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો નવી દિલ્હીમાં સંસદ ભવન ખાતે શિયાળુ સત્ર દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિન્હા, ગોપીનાથ મુંડે, સીપીઆઇ નેતા ગુરુદાસ દાસગુપ્તાએ મીડિયા સાથે વાત કરી હતી. રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં સંપૂર્ણ બહુમત સાથે વિજેતા બન્યા બાદ ભાજપમાં ઉત્સાહનો માહોલ છે. ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વસુંધરા રાજને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

શિયાળુ સત્રમાં એકઠા થયેલા સાંસદો

શિયાળુ સત્રમાં એકઠા થયેલા સાંસદો

નવી દિલ્હીમાં સંસદ ભવન ખાતે શિયાળુ સત્ર દરમિયાન મીડિયા સાથે વાત કરી રહેલા ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિન્હા, ગોપીનાથ મુંડે, સીપીઆઇ નેતા ગુરુદાસ દાસગુપ્તા.

વસુંધરાને શુભેચ્છા આપતા કાર્યકર્તા

વસુંધરાને શુભેચ્છા આપતા કાર્યકર્તા

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં સંપૂર્ણ બહુમત સાથે વિજેતા બન્યા બાદ ભાજપમાં ઉત્સાહનો માહોલ છે. ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વસુંધરા રાજને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

સંસદ ભવન બહાર વિરોધ

સંસદ ભવન બહાર વિરોધ

સંસદ ભવન બહાર વિરોધ યુપીએસસીની નવી એક્ઝામ પેટર્નનો વિરોધ કરી રહેલા યુવાનોની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી હતી.

બિહાર વિધાનસભા બહાર વિરોધ

બિહાર વિધાનસભા બહાર વિરોધ

પટણામાં શિયાળુ સત્ર દરમિયાન બિહાર વિધાનસભા બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા ભાજપના ધારાસભ્યો.

નારાયણ સાંઇની પત્ની ડીસીપી ઓફીસે

નારાયણ સાંઇની પત્ની ડીસીપી ઓફીસે

બળાત્કારના આરોપી નારાયણ સાંઇની પત્ની જાનકી સુરત ખાતે ડીસીપી ઓફીસે પહોંચી હતી.

કોલકતા અકસ્માતની બીજી વરસી

કોલકતા અકસ્માતની બીજી વરસી

કોલકતા ખાતે થયેલા આગ અકસ્માતના ભોગ બનેલા એએમઆરઆઇ હોસ્પિટલના પીડિતોના સ્વજનોએ ઘટનાની બીજી વરસીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

ભારતીય રેવન્યુ સર્વિસની 64મી બેંચ

ભારતીય રેવન્યુ સર્વિસની 64મી બેંચ

નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતીય રેવન્યુ સર્વિસની 64મી બેંચના પ્રોબેશનર્સને મળી રહેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી.

અયૈપ્પા ટેમ્પલે ઇસરો ચેરમેન

અયૈપ્પા ટેમ્પલે ઇસરો ચેરમેન

સન્નીધનમ સબરીમાલા ખાતે અયૈપ્પા ટેમ્પલ ખાતે પૂજા કરી રહેલા ઇસરો ચેરમેન કે રાધાક્રિષ્નન.

સંસદમાં શિયાળુ સત્ર

સંસદમાં શિયાળુ સત્ર

નવી દિલ્હી ખાતે સંસદમાં શિયાળુ સત્ર દરમિયાન વાત કરી રહેલા કોંગ્રેસના સાંસદ અનુ ટંડન અને કન્નડ અભિનેત્રી અને સાંસદ રામ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X