For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વોટ આપો કે ના આપો, રસ્તાઓ ઈલેક્શન પછી જ બનશે: BJP સાંસદ

મધ્યપ્રદેશના ઉજ્જેન થી ભાજપ સાંસદ ચિંતામણી માલવીય ઘ્વારા આપવામાં આવેલું નિવેદન પાર્ટીની મુસીબત વધારી શકે છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશમાં આ વર્ષે વિધાનસભા ઈલેક્શન થવા જઈ રહ્યું છે જેના માટે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સતત જનસંપર્ક વધારી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ અલગ અલગ યોજનાઓ ઘ્વારા લોકોને લાભ પહોંચાડવાનો દાવો કરતા પણ દેખાઈ રહ્યા છે. પરંતુ મધ્યપ્રદેશના ઉજ્જેન થી ભાજપ સાંસદ ચિંતામણી માલવીય ઘ્વારા આપવામાં આવેલું નિવેદન પાર્ટીની મુસીબત વધારી શકે છે. ચિંતામણી માલવીય ઘ્વારા ગ્રામીણોને જણાવવામાં આવ્યું કે વોટ આપો કે ના આપો, રસ્તાઓ ઈલેક્શન પછી જ બનશે.

રસ્તાઓ ઈલેક્શન પછી જ બનશે

રસ્તાઓ ઈલેક્શન પછી જ બનશે

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સત્તામાં પાછી આવવા માટે પ્રત્યન કરી રહી છે. તેવી પરિસ્થિતિમાં ચિંતામણી માલવીય ઘ્વારા આપવામાં આવેલું નિવેદન ભાજપની મુસીબત વધારી શકે છે. મધ્યપ્રદેશના ઉજ્જેન થી ભાજપ સાંસદ ચિંતામણી માલવીયને મળવા માટે કેટલાક ગ્રામીણો આવ્યા હતા અને તેમને કહ્યું કે રસ્તો નહીં બન્યો તો તેઓ ભાજપને વોટ નહીં આપે. આ વાતથી ગુસ્સાયેલા સાંસદે કહ્યું કે વોટ આપો કે ના આપો, રસ્તો ઈલેક્શન પછી જ બનશે.

ગ્રામીણોએ સાંસદ પાસે રસ્તો બનાવવા માટે માંગ કરી

ગ્રામીણોએ સાંસદ પાસે રસ્તો બનાવવા માટે માંગ કરી

મળતી ખબરો અનુસાર ઘટિયા વિધાનસભા ક્ષેત્રના કેટલાક ગ્રામીણો સાંસદને મળવા માટે આવ્યા હતા. કેસુની ગામના લોકો ઘ્વારા સાંસદને રસ્તો બનાવવાની માંગ કરી. ગ્રામીણો ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમના વિસ્તારમાં છેલ્લા બે દાયકાથી રસ્તો નથી બન્યો. તેમના માટે એક કાચો રસ્તો જ છે, જે વરસાદ પડ્યા પછી તેના પર ચાલવું પણ મુશ્કિલ બની જાય છે. કોંગ્રેસ અને ભાજપ બંનેની સરકાર આવ્યા છતાં પણ ત્યાં રસ્તો બન્યો નથી.

ત્યારપછી બીજેપી સાંસદએ સફાઈ આપી

ત્યારપછી બીજેપી સાંસદએ સફાઈ આપી

આ બાબતે સાંસદે કહ્યું કે રસ્તો હવે ઈલેક્શન પછી જ બનશે. આ જવાબ સાંભળીને ગ્રામીણો ઘ્વારા જણાવવામાં આવ્યું કે રસ્તો નહીં બને તો વોટ નહીં આપીયે. જેના પર સાંસદે કહ્યું કે વોટ આપો કે નહીં આપો પરંતુ રસ્તો ઈલેક્શન પછી જ બનશે. ત્યારપછી બીજેપી સાંસદએ સફાઈ આપતા કહ્યું કે થોડા જ દિવસોમાં વરસાદ શરુ થઇ જશે અને પછી રસ્તાનું કામ નહીં થઇ શકે. વોટ આપવો કે નહીં તે તેમના વિવેક પર નિર્ભર કરે છે.

English summary
bjp mp chintamani malaviya says vote us or not, roads will be constructed only after elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X