For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી યુગ પુરુષ છે, તેમને આપવામાં આવે ભારત રત્નઃ ભાજપ સાંસદ

મધ્ય પ્રદેશના રતલામથી ભાજપ સાંસદ ગુમાન સિંહ દામોરે પીએમ મોદીને યુગપુરુષ ગણાવીને તેમની જોરદાર પ્રશંસા કરી.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે રીતે ઐતિહાસિક નિર્ણય લઈને જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 અને 35એને ખતમ કર્યુ છે તે બાદ ભારતીય જનતા પાર્ટીના સાંસદની માંગ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભારત રત્ન આપવામાં આવે. મધ્ય પ્રદેશના રતલામથી ભાજપ સાંસદ ગુમાન સિંહ દામોરે પીએમ મોદીને યુગપુરુષ ગણાવીને તેમની જોરદાર પ્રશંસા કરી. દામોરે કહ્યુ કે પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરથી અનુચ્છેદ 370ને ખતમ કરવાનો મોટો નિર્ણય લીધો છે.

pm modi

લોકસભામાં શૂન્યકાળ દરમિયાન દામોરે કહ્યુ કે મોદીજી યુગપુરુષ છે, ઘણા દેશોએ તેમને તમામ એવોર્ડથી સમ્માનિત કર્યા છે પરંતુ આજે તેમણે જે નિર્ણય લીધો છે તેનાથી દેશભરના લોકો ખુશ થઈ ગયા છે. હું માંગ કરુ છુ કે તેમને ભારત રત્ન આપવો જોઈએ. તમને જણાવી દઈએ કે શૂન્ય કાળમાં કુલ 74 સભ્યોએ પોતાના મુદ્દા ઉઠાવ્યા. ભાજપ સાંસદ રવિ કિશન, પ્રજ્ઞા ઠાકુર, વિજય કુમાર દૂબે, વિષ્ણુ દત્ત શર્માએ મોદી સરકાર દ્વારા અનુચ્છેદ 370ને ખતમ કરવાનો નિર્ણય ઐતિહાસિક ગણાવ્યો. આ તમામ લોકોએ પીએમ મોદી અને અમિત શાહની જોરદાર પ્રશંસા કરી.

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી રશિયાનું મોટુ સમ્માન ઑર્ડર ઑફ સેન્ટ એન્ડ્રયુ ધ અપૉસ્ટલ એવોર્ડથી સમ્માનિત કર્યા હતા. તેમને આ સમ્માન બંને દેશો વચ્ચે દોસ્તીના સંબંધ આગળ વધારવા માટે આપવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત ઘણા પ્રસંગે પીએમ મોદીને સમ્માનિત કરવામાં આવી ચૂક્યા છે. યુએઈએ પીએમ મોદીને જાયદ મેડલ, ફિલિપ કોટલર પ્રેસીડેંશિયલ એવોર્ડ અને પ્રતિષ્ઠિત સિયોલ પીસ પ્રાઈઝથી પણ પીએમ મોદીને નવાઝવામાં આવી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ આર્ટિકલ 370 હટ્યા બાદ શું હવે તમે જમ્મુ અને કાશ્મીરમાં પ્રોપર્ટી ખરીદી શકશો? જાણોઆ પણ વાંચોઃ આર્ટિકલ 370 હટ્યા બાદ શું હવે તમે જમ્મુ અને કાશ્મીરમાં પ્રોપર્ટી ખરીદી શકશો? જાણો

English summary
BJP MP demands Bharat Ratna for Prime Minister Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X