For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાક્ષી મહારાજની ધમકી કામ આવી, ઉન્નાવથી ટિકિટ મળી

ભારતીય જાણતા પાર્ટીએ લાંબા સમય પછી આખરે તેમના લોકસભા ઉમેદવારોની પહેલી લિસ્ટ જાહેર કરી છે, આ લિસ્ટમાં ઉત્તરપ્રદેશની 30 સીટો માટે નામોની જાહેરાત કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય જાણતા પાર્ટીએ લાંબા સમય પછી આખરે તેમના લોકસભા ઉમેદવારોની પહેલી લિસ્ટ જાહેર કરી છે. આ લિસ્ટમાં ઉત્તરપ્રદેશની 30 સીટો માટે નામોની જાહેરાત કરવામાં આવી છે. આ લિસ્ટમાં પીએમ મોદી, સ્મૃતિ ઈરાની અને રાજનાથ સિંહ સહીત ઘણા દિગ્ગજ નેતાઓને ટિકિટ આપવામાં આવી છે. આ લિસ્ટમાં સાક્ષી મહારાજને પણ ઉન્નાવ સીટથી ટિકિટ આપવામાં આવી છે. તેની સાથે તે બધી જ ખબરો પર વિરામ લાગી ગયું છે જેમાં જણાવવામાં આવી રહ્યું હતું કે ભાજપ ઉન્નાવથી સાક્ષી મહારાજની ટિકિટ કાપી શકે છે.

Sakshi Maharaj

આ પહેલા ખબર આવી હતી કે ભાજપ સાક્ષી મહારાજની ટિકિટ કાપી શકે છે. ટિકિટ કાપવા પર સાક્ષી મહારાજે અપ્રત્યક્ષ રૂપે ધમકી આપી હતી કે, જો આ સીટ પર તેમને ફરી ટિકિટ નહીં આપી તો તેનું પરિણામ પાર્ટીના પક્ષમાં સારું નહીં આવે. આપને જણાવી દઈએ કે સાક્ષી મહારાજ ચાર વાર સાંસદ રહી ચુક્યા છે.

આ પણ વાંચો: અમેઠીમાં ફરી એકવાર હાઈ વોલ્ટેજ ટક્કર જોવા મળશે

આપને જણાવી દઈએ કે સાક્ષી મહારાજે યુપી ભાજપા અધ્યક્ષ મહેન્દ્ર નાથ પાંડેને આ અંગે પત્ર લખીને પોતાના માટે ટિકિટ માંગી હતી. પત્રમાં તેમને સંસદીય ક્ષેત્રનું જાતીય સમીકરણ પણ જણાવ્યું હતું. તેમને ભાજપ અધ્યક્ષને કહ્યું હતું કે જો તેમને ઉન્નાવથી ટિકિટ આપવામાં આવી તો તેઓ ચારથી પાંચ લાખ વોટોથી જીતશે. તેમને કહ્યું હતું કે તેમના સિવાય ક્ષેત્રમાં કોઈ પણ પાર્ટી ઓબીસી પ્રતિનિધિત્વ નથી કરતુ. જો પાર્ટીએ તેમને ટિકિટ નહીં આપી તો તેમના પર લાગી રહેલો ઓબીસી ઉપેક્ષાનો આરોપ સાચો સાબિત થશે.

આ પણ વાંચો: ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ

સાક્ષી મહારાજે પત્રમાં લખ્યું કે જો પાર્ટી તેમને ટિકિટ આપશે તો તેઓ મહાગઠબંધનના ઉમેદવાર અરુણ કુમાર શુક્લા અને કોંગ્રેસ ઉમેદવાર અનુ ટંડન બંનેની જમાનત જપ્ત કરાવીને પાર્ટીના ચારથી પાંચ લાખ વોટોના માર્જીનથી જીતાડશે.

English summary
BJP MP Sakshi Maharaj will contest from Unnao Lok Sabha seat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X