For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેઠીમાં ફરી એકવાર હાઈ વોલ્ટેજ ટક્કર જોવા મળશે

ભાજપે ગુરુવારે લોકસભા ચૂંટણી માટે પહેલી લિસ્ટ જાહેર કરી છે. આ લિસ્ટમાં 184 લોકસભા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

ભાજપે ગુરુવારે લોકસભા ચૂંટણી માટે પહેલી લિસ્ટ જાહેર કરી છે. આ લિસ્ટમાં 184 લોકસભા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અને સંસદીય બોર્ડના સદસ્ય જેપી નડ્ડાએ પ્રેસ કોન્ફ્રન્સ કરીને તેની જાણકારી આપી. જેપી નડ્ડાએ જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ઉત્તરપ્રદેશની અમેઠી સીટથી ફરી એકવાર ચૂંટણી લડશે. આ સીટ ગાંધી પરિવારની પરંપરાગત સીટ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી હાલમાં અમેઠીથી સાંસદ છે.

આ પણ વાંચો: ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ

અમેઠીમાં ફરી એકવાર હાઈ વોલ્ટેજ ટક્કર થશે

અમેઠીમાં ફરી એકવાર હાઈ વોલ્ટેજ ટક્કર થશે

અમેઠીમાં લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર હાઈ વોલ્ટેજ ટક્કર જોવા મળશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ફરી એકવાર રાહુલ ગાંધી સાથે ટક્કર લેશે. વર્ષ 2014 દરમિયાન તેમને રાહુલ ગાંધી સામે ચૂંટણી લડી હતી. તે ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ટિકિટ પર કુમાર વિશ્વાસે પણ ચૂંટણી લડી હતી, પરંતુ તેમની જમાનત જપ્ત થઇ ગઈ હતી.

સ્મૃતિ ઈરાનીએ જોરદાર ટક્કર આપી હતી

સ્મૃતિ ઈરાનીએ જોરદાર ટક્કર આપી હતી

વર્ષ 2014 લોકસભા ચૂંટણીમાં ભલે રાહુલ ગાંધી જીતી ગયા હોય પરંતુ સ્મૃતિ ઈરાનીએ તેમને જોરદાર ટક્કર આપી હતી. વર્ષ 2014 લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને 408,651 વોટ મળ્યા હતા, જયારે ભાજપા ઉમેદવાર સ્મૃતિ ઈરાનીને 300,741 વોટ મળ્યા હતા. સ્મૃતિ ઈરાનીએ આ સીટ પર જીતનું અંતર ઓછું કરી દીધું હતું. રાહુલ ગાંધી આ સીટથી 107,000 વોટોથી જીત્યા હતા, જયારે વર્ષ 2009 દરમિયાન રાહુલ ગાંધી 350,000 કરતા પણ વધારે વોટોથી જીત્યા હતા.

ગાંધી પરિવારની પરંપરાગત સીટ

ગાંધી પરિવારની પરંપરાગત સીટ

અમેઠી સંસદીય સીટને કોંગ્રેસનું ગઢ માનવામાં આવે છે. આ સીટ પર અત્યારસુધીમાં 16 લોકસભા ચૂંટણી અને 2 પેટાચૂંટણી થઇ છે, જેમાંથી 16 વાર કોંગ્રેસને જીત મળી છે. જયારે વર્ષ 1977 સામાન્ય ચૂંટણીમાં લોકદળ અને 1998 દરમિયાન ભાજપને પહેલીવાર અહીંથી જીત મળી હતી. યુપીની બે મજબૂત ક્ષેત્રીય પાર્ટી સપા અને બસપા અહીં ખાતું પણ નથી ખોલી શકી. 2004 દરમિયાન પહેલીવાર રાહુલ ગાંધીએ અહીંથી ચૂંટણી લડી હતી. તેમના પિતા રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી પણ અહીંથી ચૂંટણી જીતી ચુક્યા છે.

English summary
Smriti Irani To Take On Rahul Gandhi For Second Time in Amethi on Loksabha election 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X