'તભી તો લોગ મોદી કો ચુનતે...ભાજપે લૉન્ચ કર્યુ લોકસભા ચૂંટણી 2024નુ નવુ અભિયાન
BJP Launches New Campaign For Lok Sabha elections 2024: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના જ બાકી છે. આવી સ્થિતિમાં ભાજપ દ્વારા ચૂંટણીને લઈને એક નવું પ્રચાર ગીત લૉન્ચ કરવામાં આવ્યું છે. તેનું સ્લોગન છે "તભી તો લોગ મોદી કો ચુનતે હે".
2 મિનિટ 10 સેકન્ડના વીડિયોમાં ભગવા પાર્ટીએ એક ગીત શેર કર્યું છે કે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેમ પસંદ કરે છે. ભાજપે ગીતનું શીર્ષક 'તભી તો સબ મોદી કો ચુનતે' (એટલે જ તો બધા મોદીને પસંદ કરે છે).

'તભી તો સબ મોદી કો ચુનતે' ઝુંબેશ સ્વાભાવિક રીતે જ લોકોમાં ઉભરી આવી છે અને જનતાની લાગણી અંગે મળેલા પ્રતિસાદ મુજબ ભાજપે તેને અપનાવ્યુ છે. પાર્ટીએ કહ્યું કે આ નવા અભિયાનની થીમ, 'મોદીની ગેરંટી', જન આંદોલનને અનુરૂપ રાષ્ટ્રીય ઉત્સાહના નિર્માણને પણ પૂરક બનાવે છે.
ફર્સ્ટ ટાઈમ વોટર્સ કૉન્ક્લેવમાં કરવામાં આવેલ ઝુંબેશ લૉન્ચ દરમિયાન, વડાપ્રધાન મોદીએ કેવી રીતે કરોડો ભારતીયોના સપના અને આકાંક્ષાઓને વાસ્તવિકતામાં ફેરવી છે તે દર્શાવતો એક મ્યુઝિક વીડિયો રજૂ કરવામાં આવ્યો હતો.
"ભાજપ દ્રઢપણે માને છે કે આ ઝુંબેશ સૂત્ર માત્ર થોડા લોકો દ્વારા અનુભવાયેલી લાગણી નથી, પરંતુ તે જનતામાં પડઘો પાડે છે," પાર્ટીએ કહ્યું. નડ્ડાએ પક્ષના તમામ કાર્યકર્તાઓને લોકોની ભાવનાઓ સાથે પોતાને સંરેખિત કરવા અને દેશના દરેક ખૂણામાં આ મહત્વપૂર્ણ અભિયાન વિશે જાગૃતિ ફેલાવવા વિનંતી કરી.
આ અભિયાનમાં અનેક ઘટકો હશે. પીએમ મોદીના કામને ખૂબ જ ભાવુક સ્વરમાં દર્શાવતા આજે રિલીઝ થયેલા મુખ્ય ગીત ઉપરાંત અન્ય કેટલાંક ગીતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ જ ઝુંબેશની થીમનો ઉપયોગ કરીને થોડા દિવસો પછી એક અલગ ગીત પણ રજૂ કરવાની યોજના છે. ડિજિટલ હોર્ડિંગ્સ, ડિસ્પ્લે બેનરો અને ડિજિટલ ફિલ્મો અને ટીવીસી તમામ આગામી દિવસોમાં તબક્કાવાર રિલીઝ કરવામાં આવશે.
#WATCH | BJP launches new campaign for the upcoming Lok Sabha elections 2024 - ‘Modi ko chunte hain’ pic.twitter.com/bblzdEMDDY
— ANI (@ANI) January 25, 2024












Click it and Unblock the Notifications
