For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પશ્ચિમ બંગાળમાં મુસલમાનોને આકર્ષિત કરવા માટે કંઈક આવું કરશે ભાજપ

આવતા વર્ષે થઇ રહેલી લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી મોટી સંખ્યામાં મુસલમાનોને ટિકિટ આપવાની યોજના બનાવી રહી છે.

|
Google Oneindia Gujarati News

આવતા વર્ષે થઇ રહેલી લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી મોટી સંખ્યામાં મુસલમાનોને ટિકિટ આપવાની યોજના બનાવી રહી છે. સામાન્ય રીતે હિન્દુવાદી રાજનીતિ કરવા અને મુસલમાનોથી અંતર બનાવી રાખનાર ભાજપે નક્કી કર્યું છે કે આ વખતે તેઓ વધારે મુસલમાનોને ટિકિટ આપશે. માનવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં તૂણમૂલ કોંગ્રેસને ટક્કર આપવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ઘણી એવી સીટો છે જયારે મુસ્લિમ વોટરો હાર અને જીત નક્કી કરે છે.

આ પણ વાંચો: ઉમેદવારની જાતિ પણ ભાજપમાં ટિકિટની દાવેદારી નક્કી કરશે

મુસ્લીમોથી દૂરી નથી બનાવવા માંગતી ભાજપ

મુસ્લીમોથી દૂરી નથી બનાવવા માંગતી ભાજપ

ટીઓઆઈ ખબર અનુસાર પાર્ટી નેતાઓનું માનવું છે કે રાજ્યમાં મુસલમાનોની વધારે વસ્તી છે, જેને નજરઅંદાઝ કરી શકાય તેવું નથી. હાલમાં જ ભાજપ તરફથી એવા મુદ્દા ઉઠાવવામાં આવ્યા જેને કારણે મુસલમાનોથી અંતર વધ્યું છે. એટલા માટે ભાજપે હવે મુસલમાનોને ચૂંટણીમાં લાવવાનો નિર્ણય કર્યો છે. પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ વસ્તી લગભગ 27 ટકા છે. પાર્ટી નેતાઓને ડર સતાવી રહ્યો છે કે જો આ વસ્તી ભાજપ વિરુદ્ધ થઇ તો રાજ્યમાં પોતાની જગ્યા બનાવવું મુશ્કિલ થઇ જશે.

મુસ્લિમ ચેહરાની શોધ

મુસ્લિમ ચેહરાની શોધ

પશ્ચિમ બંગાળમાં પહેલા પણ ભાજપ કાર્યકર્તાઓમાં મુસલમાન રહ્યા છે. વર્ષ 2014 ચૂંટણી દરમિયાન થયેલી હિંસામાં મુસ્લિમ ભાજપ કાર્યકર્તાની મૌત પણ થઇ હતી. પરંતુ ભાજપ પાસે મોટા મુસ્લિમ ચહેરા નથી. ભાજપ રાજ્યમાં મોટા મુસ્લિમ ચહેરાની શોધમાં છે.

ભાજપ મુરીશાબાદ, બંગાળ નોર્થ અને દક્ષિણ દિનાજપુર જેવા જિલ્લાઓમાં મુસલમાનોનું સમર્થન મેળવવાની કોશિશ કરી રહી છે. ભાજપા નેતા સામિક ભટ્ટાચાર્ય ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમની પાર્ટી મુસલમાનો વિરુદ્ધ ક્યારેય પણ નથી રહી. તેમને કહ્યું કે અમે એવા લોકોની વિરુદ્ધ છે જેઓ બહારની સીમાથી આવીને ઘૂસણખોરી કરે છે.

પંચાયત ચૂંટણીમાં 800 મુસ્લિમ ઉમેદવાર

પંચાયત ચૂંટણીમાં 800 મુસ્લિમ ઉમેદવાર

ભાજપે 2018 પંચાયત ચૂંટણીમાં 800 મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. રાજ્યના બીજેપી અધ્યક્ષ દિલીપ ઘોષ ઘ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે હવે બંગાળમાં લોકો ભાજપને તુલમૂલ વિકલ્પ તરીકે જોઈ રહી છે અને મુસલમાનો પણ ભાજપનું સમર્થન કરી રહ્યા છે. પ્રદેશમાં જ્યાં મુસ્લિમ વસ્તી વધારે છે ત્યાં પણ ભાજપ મજબૂત બની રહ્યું છે.

English summary
BJP plans to field more Muslims in west bengal in 2019 loksabha elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X