For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહાર બાદ હવે પશ્ચિમ બંગાળમાં અમિત શાહની વર્ચ્યુઅલ રેલી, મમતાનું ટેંશન વધ્યું

બિહાર બાદ હવે પશ્ચિમ બંગાળમાં અમિત શાહની વર્ચ્યુઅલ રેલી, મમતાનું ટેંશન વધ્યું

|
Google Oneindia Gujarati News

કોલકાતાઃ બિહારમાં વર્ચ્યુઅલ રેલીની સફળતા બાદ ભાજપના પૂર્વ પાર્ટી અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ હવે પશ્ચિમ બંગાળ વિધાનસભાનું બિગૂલ ફૂંકશે. બિહાર બાદ અમિત શાહ હવે પશ્ચિમ બંગાળમાં વર્ચ્યુઅલ રેલી કરવા જઈ રહ્યા છે. મંગળવારે અમિત શાહ પશ્ચિમ બંગાળની જનતાને વર્ચ્યુઅલ માધ્યમથી મળશે. સવારે 11 વાગ્યે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ભાજપના કાર્યકર્તા અને પશ્ચિમ બંગાળની જનતા સાથે સંવાદ કરશે.

amit shah

આ વર્ચ્યુઅલ રેલી એટલા માટે મહત્વની છે કેમ કે આ રેલીની સાથે જ અમિત શાહ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીનું બિગૂલ ફુંકવા જઈ રહ્યા છે. વર્ષ 2011માં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે. બંગાળ ચૂંટણીમાં હજી સમય છે, પરંતુ ભાજપ હજી પણ તૈયારીમાં જોતરાઈ ગયું છે.

ભાજપની ખાસ તૈયારી

અમિત શાહની આ વર્ચ્યુઅલ રેલીને સફળ બનાવવા માટે પશ્ચિમ બંગાળ ભાજપ એકમે કેટલીય તૈયારીઓ કરી છે. બંગાળમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ મુજબ તેઓ આ વર્ચ્યુઅલ રેલીનો રેકોર્ડ બનાવવા માંગે છે. તેઓ ઈચ્છે છે કે આ રેલીમાં લોકો મોટી સંખ્યામાં સામેલ થાય. આના માટે ભાજપે ખાસ તૈયારી કરી છે. બિહારની વર્ચ્યુઅલ રેલીમાં રાજ્યભરમાં 70 હજાર એલઈડી ટીવી લગાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ રેલી બંગાળમાં સંપૂર્ણ રાજકીય તસવીર જ બદલી દેશે. આગામી વિધાનસભા ચૂંટણીને લઈ આ અમારી પહેલી રેલી છે અને વધુમાં વધુ સંખ્યામાં લોકો સામેલ કરી અમે વર્લ્ડ રેકોર્ડ બનાવવા માંગીએ છીએ.

મમતા બેનરજીનો પ્રહાર

જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આના પર પ્રહાર કરતા કહ્યું કે આટલો ખર્ચો માત્ર ભાજપ જ કરી શકે છે, અમે કે અમારી પાર્ટી આટલો ખર્ચો ના કરી શકીએ. જણાવી દઈએ કે ભાજપ અને પશ્ચિમ બંગાળની સરકાર વચ્ચે પહેલેથી જ અઘરા સંબંધ રહેલા છે, મમતા બેનરજી કેન્દ્ર પર નિશાન સાધવાનો એકેય મોકો નથી છોડતી.

Gujarat Rajya Sabha Election 2020: જાણો તારીખ, સીટનું ગણીત અને સમીકરણોGujarat Rajya Sabha Election 2020: જાણો તારીખ, સીટનું ગણીત અને સમીકરણો

English summary
bjp president amit shah to conduct virtual rally in west bengal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X