કર્ણાટકમાં જીત્યા હોત તો મને આશ્ચર્ય થતું : આડવાણી

હાલમાં જ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસને પૂર્ણ બહુમત મળી અને ભાજપાને ગંદી હાર. જોકે આ હારને પચાવી ના શક્યા હોય તેમ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીએ આશ્ચર્યજનક ટિપ્પણી કરી નાખી છે. આડવાણીએ પોતાના બ્લોગ પર લખ્યું હતું કે 'કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં હારથી તેમને દુ:ખ છે પરંતુ તેમને આનાથી આશ્ચર્ય નથી.'
આડવાણીએ વધુમાં કહ્યું કે 'તેમને લાગે છે કે કર્ણાટકમાં આ હારથી પાર્ટીને એક મોટી શીખ મળશે. સાથે સાથે કોંગ્રેસને પણ એક શીખ મળશે.' તેમણે જણાવ્યું કે કર્ણાટક ચૂંટણીના પરિણામો બંને પાર્ટીઓને શીખ આપે છે કે સામાન્ય વ્યક્તિ ભૂલવી જોઇએ નહીં.












Click it and Unblock the Notifications
