દારૂ પાર્ટીમાં તમંચા સાથે ડિસ્કો કરતા જોવા મળ્યા ભાજપના ધારાસભ્ય, Video વાયરલ
દારૂ પાર્ટીમાં તમંચા સાથે ડિસ્કો કરતા જોવા મળ્યા ભાજપના ધારાસભ્ય, Video વાયરલ
દેહરાદૂનઃ સત્તા અને દારૂનો નશો જ્યારે માથા પર ચઢીને બોલે ત્યારે સારા સારાનો દિમાગ ખરાબ કરી દે છે પરંતુ પોતાની તાકતના મદમાં ડૂબેલ લોકો આ વાતને ક્યારેય સમજી નથી શકતા, આવા જ લોકો પોતાની શર્મનાક હરકતોથી ખુદ તો ખરાબ થાય છે સાથે જ પોતાની પાર્ટીને પણ શર્મિંદા કરાવે છે, આવું જ કંઈ કર્યું ઉત્તરાખંડમાં ભાજપની કિરકિરી કરાવી પાર્ટીથી હકાલી કઢાયેલ વિવાદિત ધારાસભ્ય પ્રણવ સિંહ ચેમ્પિયન, પોતાના વાયરલ વીડિયોને કારણે હાલ ચર્ચામાં છે.

તમંચા પર રાણાજીનો ડિસ્કો, હવામાં લહેરાઈ 4-4 પિસ્તોલ
વાયરલ વીડિયોમાં પ્રણવ સિંહ તમંચા સાથે પોતાના ચમચાઓ સાથે ડાંસ કરતા જોવા મળી રહ્યા છે. તેમના એક હાથમાં દારૂનો ગ્લાસ છે તો બીજા હાથમાં 4-4 તમંચા, જેની સાથે તેઓ ડિસ્કો કરતા જોવા મળી રહ્યા છે, શરીર પર કાળી બંડી અને સફેદ પેન્ટ પહેરી પ્રણવ સિંહ ફિલ્મ કરણ અર્જુનના લોકપ્રિય ગીત 'મુઝકો રાણા માફ કરના ગલતી મારે સે હો ગઈ' પર કમર મટકાવતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહિ વીડિયોમાં તેઓ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા પણ જોવા મળી રહ્યા છે.

પોતાના સમર્થકોએ દારૂની પાર્ટી આપી
કહેવાઈ રહ્યું છે કે હાલમાં જ પોતાના પગનું ઓપરેશન કરી પોતાના ઘરે પરત ફરી રહેલ પ્રણવ સિંહ ચેમ્પિયને પોતાના કેટલાક સમર્થકો સાથે પાર્ટી રાખી હતી, જ્યાં તેમણે જામની સાથે પોતાના હથિયારોનું ભારે પ્રદર્શન કર્યું અને પોતાની તાકાત દેખાડવાની કોશિશ કરતા જોવા મળ્યા, તેમની સાથે તેમના સમર્થક પણ ડાંસ કરતા વીડિયોમાં જોવા મળી રહ્યા છે.

ઉત્તરાખંડને ગાળ આપી રહ્યા છે
વીડિયોમાં એક જગ્યાએ તેમના સમર્થક તેમના વખાણ કરતા કહે છે કે ઉત્તરાખંડમાં આવું માત્ર તમે જ કરી શકો છો, જેના પર પ્રણવ સિંહનો જવાબ આવે છે કે તેઓ આખા દેશમાં એવું કરી શકે છે, કોઈની હિમ્મત નથી કે મને રોકી લે, જે બાદ તેઓ રાજ્યવાસીઓને ગાળી આપી સંબોધિત કરતા જોવા મળે છે.

પ્રણવ સિંહ ચેમ્પિયનને પાર્ટીથી હકાલી કઢાયા છે
જણાવી દઈએ કે પ્રણવ સિંહનો દબંગાઈ વાળો વીડિયો પહેલા પણ વાયરલ થયો છે, તેમને વિવાદિત ધારાસભ્ય પણ કહેવાય છે, એક પત્રકાર સાથે મારપીટ અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવાને કારણે તેમની વિરુદ્ધ થોડા સમય પહેલા દિલ્હીમાં એક ફરિયાદ નોંધવામાં આવી હતી, જે બાદ જૂનમાં ભારતીય જનતા પાર્ટીએ ઉત્તરાખંડના ખાનપુરથી ધારાસભ્ય પ્રણવ સિંહ ચેમ્પિયનને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી દીધા હતા.
-
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
વિધાનસભા ચૂંટણી પછી શક્તિશાળી અને નિર્ભય આસામ ઉભરી આવશેઃ ગૌરવ ગોગોઈ -
Assam Assembly Election 2026: સવારે 11 વાગ્યા સુધીમાં 39% મતદાન થયું -
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ આસામના મતદારોને ચૂંટણીમાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
'મારા પતિએ 9 મહિલાઓ સાથે સંબંધ રાખ્યા', જાણીતી અભિનેત્રીનું દર્દ છલકાયું; 14 વર્ષ સાથે રહ્યા પછી જે થયું તે ચો -
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી -
DC vs GT Weather Update: દિલ્હીમાં વરસાદનું સંકટ; જાણો ગુજરાત ટાઇટન્સ સામેની મેચ રમાશે કે નહીં? -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે?









Click it and Unblock the Notifications
