વાઢેરા મોડલ વૉર: ભાજપે કહ્યું રોબર્ટ વાઢેરાને સુપ્રીમ કોર્ટ દ્વારા કોઇ ક્લીન ચિટ મળી નથી

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 એપ્રિલ: રોબર્ટ વાઢેરા પર ભાજપ દિવસે ને દિવસે ગાળીયો કસતી જાય છે. સોમવારી ફરી એકવાર 'વાઢેરા મોડલ' પર કાર્યવાહી વાત કરતાં ભાજપે કહ્યું હતું કે રોબર્ટ વાઢેરા દેશના સૌદાગર છે. ભાજપે એ પણ જણાવ્યું કે રોબર્ટ વાઢેરાને બચાવવા અને તેના વેપારને વધારવા માટે જે પ્રકારે કોંગ્રેસની અધ્યક્ષતા સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ મદદ કરી છે તેનો જવાબ તેમને આપવો પડશે.

સોમવારે પત્રકાર પરિષદના માધ્યમથી ફરી એકવાર ભાજપે રોબર્ટ વાઢેરા પર નિશાન સાધ્યું છે. ભાજપે કહ્યું છે કે હજુ સુધી વાઢેરા મોડલ પર કોંગ્રેસ તરફથી કોઇ જવાબ આવ્યો નથી. તેનો અર્થ એ છે કે કોંગ્રેસ મિલીભગતથી વાઢેરા મોડલનો વિકાસ અહીં સુધી પહોંચ્યો છે. ભાજપે પોતાના આરોપમાં એમપણ કહ્યું કે રોબર્ટ વાઢેરાને હજુ સુધી સુપ્રીમ કોર્ટ તરફ કોઇ ક્લીન ચિટ મળી નથી. એવામાં વાઢેરા મોડલ પર ખતરો હજુ સુધી યથાવત છે અને જ્યાં સુધી આ મામલે કોઇ નિર્ણય આવતો નથી ત્યાં સુધી આ કિસ્સાને ખૂણામાં ફેંકી દેવામાં આવે.

robert-rahul-priyanka-vadra

ગત દિવસે ભાજપે પોતાના નવી સ્થિત પાર્ટી કાર્યાલયમાં 'દામાદ શ્રી' નામથી એક ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ રિલીજ કરી હતી. આ અવસર પર ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે રોબર્ટ વાઢેરાએ હરિયાણા, ગુડગાંવ અને રાજસ્થાનમાં જમીન ખરીદવા માટે પોતાની સાસુ માના 'પાવર''નો ઉપયોગ કર્યો છે. તેમણે એમપણ કહ્યું કે જે વ્યક્તિ પાસે ફક્ત 1 લાખ રૂપિયા હતા તેને ત્રણ વર્ષમાં કોંગ્રેસની મદદથી 300 કરોડ રૂપિયાથી વધુ બનાવી લીધા છે.

ભાજપે કહ્યું કે રોબર્ટ વાઢેરા પર સુપ્રીમ કોર્ટે હજુ સુધી કોઇ ચૂકાદો સંભળાવ્યો નથી. આ સાથે જ ભાજપે એ પણ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસે હજુ સુધી કોઇપણ જવાબ આપ્યો નથી. ભાજપે કોંગ્રેસ પર આરોપ લગાવતાં કહ્યું કે કોંગ્રેસ પર આરોપ લગાવતાં કહ્યું કે કોંગ્રેસ આજ સુધી પોતાના કોઇપણ સભ્યને કઠેડામાં અથવા કોઇ કાર્યવાહી કરી નથી.

English summary
BJP says it will not back down from pursuing Robert Vadra's land deals. The Congress is trying to mislead the people in the Robert Vadra case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X