ભાજપે આકાશ વિજયવર્ગીયને નોટિસ મોકલી, અધિકારીને બેટથી ધમાર્યો હતો

ભાજપે આકાશ વિજયવર્ગીયને નોટિસ મોકલી, અધિકારીને બેટથી ધમાર્યો હતો

નવી દિલ્હીઃ ઈન્દોરથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયને પાર્ટીની અનુશાસન સમિતિએ શો કોઝ નોટિસ મોકલી છે. આકાશે હાલમાં જ નગર નિગમના કર્મચારીઓ પર ક્રિકેટ બેટ લઈને હુમલો કરી દીધો હતો અને તેની સાથે મારપીટ કરી હતી. મામલામાં આકાશ જામીન પર છે. પીએમ મોદીએ પણ ઘટના પર નારાજગી જતાવી હતી. ભાજપની અનુશાસન સમિતિએ આકાશથી નિગમકર્મીની સાથે મારપીટ પર તેનો પક્ષ રાખવા કહ્યું છે.

bjp

ઈન્દોરમાં એક જર્જર મકાનને પાડવાના અભિયાનના વિરોધ દરમિયાન સ્થાનિક ભાજપી ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયએ નગર નિગમના એક ભવન નિરીક્ષકને ક્રિકેટ બેટથી માર્યો હતો. ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો અને આલોચના બાદ આ મામલે ધરપકડ પણ થઈ હતી. હાલ તે જામીન પર બહાર છે. આકાશ, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનો દીકરો છે.

આની પૃષ્ઠભૂમિમાં પીએમ મોદીએ મંગળવારે ભાજપની સંસદીય દળની બેઠકમાં પાર્ટી નેતાઓને આકરા શબ્દોમાં ખરીખોટી સંભળાવી હતી. પીએમ મોદીએ આ બેઠકમાં સખ્ત અવાજમાં કહ્યું હતું કે દીકરો કોઈનો પણ હોય, પાર્ટીમાં મનમાની નહિ ચાલે. પીએમના નિવેદન બાદ માનવામાં આવી રહ્યું હતું કે આકાશ પર કાર્યવાહી કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X