ભાજપને WWEમાં મોકલવી જોઇએ : કોંગ્રેસ

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતી મીડિયા સેલના સભ્ય અનંત ગાડગિલે ભાજપની સ્થિતિની મજાક કરતા જણાવ્યું કે "ટીમ ભાજપાએ આંતર દળીય કુશ્તીની કલામાં મહારત મેળવી લીધી છે. તેણે ઑલિમ્પિક કે WWE (વિશ્વ કુશ્તી મનોરંજન)માં ભાગ લેવા માટે જવું જોઇએ. "
મહારાષ્ટ્રમાં કોંગ્રેસના પ્રવક્તાની જવાબદારી પણ નિભાવી રહેલા ગાડગિલે જણાવ્યું કે "ગોવા અધિવેશન બાદ ભાજપમાં સર્જાયેલો ઘટનાક્રમ સાબિત કરે છે વિપક્ષી પાર્ટીએ આંતર દળીય રાજીય કુશ્તીબાજીની કલામાં મહારત મેળવી લીધી છે. ટીમ ભાજપા સંસદમાં હોવાને બદલે ઑલિમ્પિક કે ડબલ્યુડબલ્યુઇ માટે સૌથી વધારે યોગ્ય છે."
ગાડગિલે એમ પણ જણાવ્યું કે જો ચૂંટણી પ્રચાર સમિતીના પ્રમુખ તરીકે નરેન્દ્ર મોદીની નિયુક્તિથી ભાજપમાં અસ્થિરતા ઉભી થઇ શકે છે તો તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવશે તો ભાજપમાં શું થશે? તેમણે એમ પણ જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રીની ભૂમિકામાં વધારો ભાજપાને જ ઘાયલ કરશે અને તેની કોંગ્રેસ પર કોઇ અસર નહીં પડશે.












Click it and Unblock the Notifications
