યેદીયુરપ્પાને ભાજપમાં પરત લાવવના પ્રયત્ન શરૂ

બેંગ્લોર, 28 જૂન: કર્ણાટકના પુર્વ મુખ્યમંત્રી બી એસ યેદીયુરપ્પાને ભાજપમાં પરત લાવવાની પ્રયત્નો તેજ થઇ રહ્યાં છે. ભાજપાની ટુકડી યેદીયુરપ્પાને ફરીથી પાર્ટીમાં પરત લાવવા માટે વકાલત કરી રહી છે. આ ટુકડીની દલીલ છે કે યેદીયુરપ્પાને ભાજપમાં પરત લાવવાથી 2014ની લોકસભાની ચુંટણીમાં પાર્ટીની સંભાવનાઓ ઘણી સારી થઇ જશે.

પૂર્વ મુખ્યમંત્રી ડી વે સદાનંદ ગૌડાના નેતૃત્વમાં ભાજપના કેટલાક નેતાઓએ ગુરૂવારે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પ્રહલાદ જોશી સાથે મુલાકાત કરી હતી અને યેદીયુરપ્પાને ફરીથી પાર્ટીમાં લાવવાના મુદ્દે ચર્ચા કરી હતી. ભાજપા સાથે સંબંધ તોડ્યા બાદ યેદીયુરપ્પાએ કર્ણાટક જનતા પાર્ટી (કેજીપી)નામની એક બનાવી હતી અને અત્યારે તેના અધ્યક્ષ છે.

yeddyurappa

ભાજપાના સૂત્રોએ જણાવ્યું હતું કે પૂર્વ મંત્રી અરવિંદ લિંબાવલી, ઉમેશ કટ્ટી અને બાસવરાજ બોમ્બઇએ આ બાબતને પોતાના દ્રષ્ટિકોણથી પ્રહલાદ જોશીને અવગત કર્યા હતા. મે મહિનામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં 10 ટકા વોટ પ્રાપ્ત થયા હતા જેથી સત્તાધારી ભાજપાને જોરદાર નુકસાન થયું. જો કે 10 ટક વોટ મળવાથી યેદીયુરપ્પાને કોઇ ફાયદો થયો નહે. પ્રહલાદ જોશીએ સંવાદદાતાઓને જણાવ્યું હતું કે પ્રદેશ ભાજપા નેતાઓની એક ટુકડીએ આ મુદ્દે પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો અને હું થાવર ચંદ ગેહલોતના માધ્યમથી ભાજપા અધ્યક્ષ રાજનાથ સિંહ તથા પાર્ટી હાઇકમાન્ડને અવગત કરવા જઇ રહ્યો છું. આગળનો નિર્ણય કેંન્દ્રિય નેતૃત્વના નિર્ણય પર નિર્ભર છે.

પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું કે યેદીયુરપ્પાનું ભાજપામાં પુનરાગમ પર પાર્ટીની કોર કમિટી 29 જૂનના રોજ નિર્ણય કરશે. ભાજપામાં યેદીયુરપ્પાના પુનરાગમન પર ચર્ચા કરવા માટે આ પાર્ટી નેતાઓની પ્રથમ ઔપચારિક બેઠક હતી. આ નેતાઓએ ગત અઠવાડિયે પાર્ટી સાંસદ ડી બી ચંદ્ર ગૌડાના ઘરે મુલાકાત કરી હતી. બેઠકમાં યેદીયુરપ્પાને ભાજપમાં પરત લાવવાની રીત-ભાત પર ચર્ચા કરવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X