2જી કૌંભાડ મુદ્દે જેપીસીની બેઠકમાંથી ભાજપ વૉકઆઉટ

22 ઓગષ્ટના રોજ ભાજપના સભ્યો આ આરોપ લગાવી જેપીસીની બેઠકમાંથી બહાર નીકળી ગયા હતા કે જેપીસી સમક્ષ હાજર થનારા સાક્ષીઓની યાદીમાં વડાપ્રધાન મનમોહન સિંહ અને નાણાં મંત્રી ચિદમ્બરના નામનો સમાવેશ કરવાની માંગણી કરતાં સભ્યોએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.
બેઠકમાં હાજર સભ્યોએ કહ્યું હતું કે યશવંત સિંહાની અધ્યક્ષતા હેઠળ ભાજપના સભ્યો તે સમયે બેઠકમાંથી વૉકઆઉટ કરી ગયા. જેપીસી અધ્યક્ષ પીસી ચાકોએ કહ્યું એ કમિટી પહેલાં પૂર્વ નાણાં સચિવ અને હાલના આરબીઆઇ ગવર્નર ડી સુબ્બારાવના મૌખિક જુબાની લેશે. એપ્રિલ 2007થી સપ્ટેમ્બર 2008 વચ્ચે નાણાં સચિવ રહી ચૂકેલા સુબ્બારાવ આજે જેપીસી સમક્ષ હાજર રહ્યાં હતાં.












Click it and Unblock the Notifications
